સુરત: લિંબાયતમાં પોલીસના બાતમીદારની શંકાએ યુવકની જાહેરમાં હત્યા

લિંબાયત પોલીસ સ્ટેશનથી 300 મીટરના અંતર મારૂતી સર્કલ પાસે માર્કન્ડેશ્વર મહાદેવ મંદિરથી થોડા અંતરે ગત રોજ એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. બે આરોપીઓએ લાકડાના ફટકાથી જાહેરમાં યુવક પર હુમલો કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં સતત હત્યાના અનેક બનાવો જોવા મળે છે. તેમાં વધુ એક ગુનાનો સમાવેશ થાય છે. મંગળવાર રાત્રીના સમયે લીંબાયત વિસ્તારમાં મકરુનગરમાં રહેતો ઇમરાનશા ઉર્ફ ઇમરાન ગોલ્ડન રઝાકશા ઘણી વખત પોલીસને બાતમી આપે છે તેવો વહેમ રાખી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

આરોપીઓ બાબુ બચકુંડા અને વિનોદ મોરેએ લાકડાના ફટકાથી ઇમરાનના માથામાં આડેધડ પ્રહાર કરીને ભાગી ગયા હતા. ઇમરાન સ્થળ પર જ ઢળી પડ્યો હતો. હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસે મોડી રાત્રે બાબુ બચકુંડા અને વિનોદ મોરે વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી હતી.જોકે, હત્યાનું સાચું કારણ હજી પણ પોલીસને ખબર નથી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી