સુરત : કતારગામ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા, એક જ પરિવારના ચાર લોકોની ધરપકડ

ધમકીની ફરિયાદ નોંધાવી તે જ રાતે યુવકને રહેંસી નાખ્યો, હત્યામાં મહલિાઓ પણ સામેલ

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કતારગામ ફુલપાડા વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યામાં સામેલ આરોપીઓ એક પરિવારના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં હત્યામાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું મૃતકના ભાઇએ આરોપ લગાવ્યો છે. આ મામલે તપાસ કરતા આરોપીઓના ઘરમાંથી હથિયારો તેમજ બંદૂક મળી આવી છે.

મૃતકના આખા પરિવારને 15 દિવસ પહેલા મોતની ધમકી મળી હતી. જે સંદર્ભે પોલીસને કરેલી અરજીનો જવાબ લખાવીને યુવક પરત આવ્યો તે રાત્રે જ તેની હત્યા થઈ ગઈ છે.

મૃતકના ભાઇના જણાવ્યા મુજબ, મૂળ ઓડિશાના છેલ્લા એક વર્ષથી સુરતમાં રહેતો સંભીત(રાજા) કતારગામ ગીતાનગરમાં ઘર નજીક પાનનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. રવિવારની રાત્રે ભોપાલ, તુષાર, અપ્પુ સહિત 8-10 જણાઓમાં મહિલાઓએ ઘરેથી દુકાન પર જતાં મારા ભાઈને રસ્તે રોકી ચપ્પુ વડે હુમલો કરી પતાવી દીધો હતો. રસ્તા પર લોહીના ખાબોચિયામાં મળી આવેલા ભાઈ સંભીતની છાતીમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં મૃતદેહ જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હુમલાખોરો માથાભારે અને ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે 15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યા બાદ રાત્રે મારા ભાઈની નિર્મમ હત્યા કરાઈ છે. આ પરિવારનો એક યુવાન અગાઉ બંદૂક સાથે પકડાયો હતો. આવા અનેક ગુનાઓ આ પરિવાર વિરુદ્ધ કતારગામમાં નોંધાયા છે. મારા ભાઈની હત્યા પાછળ હપ્તાખોરીનો વિરોધ અને જૂની અદાવત કારણભૂત કહી શકાય છે.

સંભીતની હત્યા બાદ પોલીસે આરોપીઓના ઘરમાંથી બે બંદૂક પણ કબજે લીધી છે. હાલ પોલીસે સંભીત હત્યા કેસમાં 5 જણા ની અટક-ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર ભોપાલ, તુષાર ઉર્ફે મેગી, અપ્પુ, દિવ્યેશ, જીગર, હિરેન, કૃણાલ, રાજુ, અશોક, સુમન, સહિત 3 મહિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 65 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર