રાજભા ગઢવી અને અલ્પા પટેલના ડાયરામાં રૂપિયાના બદલે તકિયા ઉડ્યા

ગુજરાતી કલાકારોના ડાયરામાં લોકોએ ખુશીના કારણે રૂપિયા, ડોલર અને પાઉન્ડ ઉડાડતા તો સાંભળ્યા હશે, પરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે, લોકોએ લોકડાયરામાં રૂપિયા સાથે તકિયા પણ ઉડાડ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. લોકોએ ઘોર કરીને પૈસાનો વરસાદ કર્યો હતો જ્યારે પોતાના મનગમતા ગીતોની ફરમાઇશ પુરી ન થતાં લોકોએ હુરિયો બોલાવ્યો હતો અને તકિયા ઉછાળ્યા હતા.

ડાયરામાં ઘોર કરવાની પ્રથા છે, જેને શખાવત કહેવાય છે, આ પ્રથા મુજબ સેવા કાર્ય માટે યોજાતા ડાયરાના માધ્યમથી અનુદાન એકત્રિત કરવામાં આવે છે, જેના ઉપલક્ષમાં તમામ ડાયરામાં પૈસાનો વરસાદ થતો હોય છે, ત્યારે ગત રાત્રે સુરતમાં યોજાયેલા ડાયરામાં પણ લોકોએ મન મકૂીને પૈસા ઉડાવ્યા હતા.

 14 ,  1