માનહાનિ કેસ : રાહુલ ગાંધીને હાજર થવા સુરત કોર્ટનો હુકમ

રાહુલ ગાંધીને 29 ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ

લોકસભાની ગત ચૂંટણી દરમિયાન દક્ષિણ ભારતના પ્રવાસની ચૂંટણી સભામાં બધા મોદી….હોવા સંબંધની ટિપ્પણીના કેસમાં સુરતની સ્થાનિક કોર્ટે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપ પ્રમુખ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને ફરી આગામી 29મીએ હાજર રહેવાનો હુકમ કર્યો છે. આ કેસમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા કરાયેલા કેસમાં સાક્ષીઓની જુબાની સમાપ્ત થયા બાદ ફરિયાદ પક્ષ દ્વારા કોલારના તાલુકા ચૂંટણી અધિકારી અને સભાનું શુટિંગ કરનાર વિડિયોગ્રાફરના નિવેદન લેવા માટે હાઈકોર્ટમાં દાદ મંગાઈ હતી.

આ દાદના સંદર્ભમાં હાઈકોર્ટે નીચલી અદાલતને વિચારણા કરવા માટે જણાવ્યું હતું. જેને પગલે સ્થાનિક કોર્ટે બે સાક્ષીઓને તપાસવા માટે મંજુરી માગવામાં આવી હતી. આ બંને સાક્ષીઓના આજે નિવેદન લેવાયા હતા તેમજ સર તપાસ અને ઉલટ તપાસ બંને પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેને આધારે હવે ફરીથી આ નિવેદન ઉપર રાહુલ ગાંધીનો જવાબ લેવા માટે આગામી તા. 29મીએ બપોરે 3.00થી 6.00 સુધીમાં રાહુલ ગાંધીને હાજર રહેવાનો હુકમ કર્યો છે.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી