રાજસ્થાનનાં જાણીતા રણવીરસિંહ ચૌધરીની હત્યામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 યુવાનોને ઝડપ્યાં…

સુરત : રાજસ્થાનના કોટામાં ગેંગવોરમાં ભાનુ અને શિવરાજ ગેંગ સાથે જોડાયેલા રણવીરસિંહ ચૌધરીની ગત 23 ડિસેમ્બરના રોજ 17 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં બે આરોપીઓ સુરત તરફ ભાગ્યા હોવાની જાણ થઈ હતી. જેથી રાજસ્થાન, સુરત અને નવસારી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતનાં પાલનપુર પાટીયા નજીક આવેલા દિનદયાળ વિસ્તાર આવેલા શુભમ એપાર્ટમેન્ટના બીજા માળેથી બે યુવકની ધરપકડ કરી છે.

શહેરનાં પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા દિનદયાળ વિસ્તારમાં આવેલ શુભમ એપાર્ટમેન્ટનાં બીજા માળે વહેલી સવારે રાજસ્થાન, નવસારી અને સુરત પોલીસનો મોટો કાફલો હથિયાર સાથે પોહચ્યો હતો. પોલીસે બુલેટપ્રુફ જેકેટ અને હથિયારો સાથે સમગ્ર વિસ્તારને ઘેરીને એક મકાન માંથી બે લોકોને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે, કોટા વિસ્તારમાં આવેલા મહાવીરનગરમાં રણવીરસિંહ ચૌધરી રહેતો હતો અને ભાનુ અને શિવરાજ ગેંગ સાથે સંડોવાલેયો હતો. રણવીર સામે 16 જેટલા ગુનઓ પણ નોંધાયેલા છે. રણવીર ઘણીવાર સવારે અને સાંજે શ્રીનાથપુરમ સ્ટેડિયમ જતો હતો.

ગત 22મી ડિસેમ્બરના રોજ સ્ટેડિયમ ગયો હતો જ્યાં સ્ટેડિયમનાં મેઈન દરવાજા પર પહોંચ્યો ત્યારે એક સફેદ રંગની સ્કોર્પિયો કારમાંથી 6 જેટલા લોકોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન રણવીરનાં શરીરમાં ગોળીઓ વાગતા તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે બે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ ઈસમની હત્યાને કોના કહેવા પર અંજામ આપ્યો છે તે દિશાનાં તપાસ શરૂ કરી છે. હાલ આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ હાથ ધરી છે.

 5 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર