રાજકોટ બાદ હવે સુરતમાં ‘અશ્લીલતા’, મહેફિલમાં ‘નચનિયા’ના ઠુમકા પર ઉડી નોટો : Video વાયરલ

બર્થડે પાર્ટીમાં ડાન્સર્સની સાથે બાળકોએ પણ ડાન્સ કર્યો

સુકરી – મીંડી ગેંગ સહિત રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ હતો હાજર

સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાગાતળાવ ખાતે કેટલાક લોકોએ બર્થ ડે પાર્ટીમાં ડાન્સર બોલાવી ઠુમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઊડ્યાં હતાં. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સમગ્ર ગુજરાતમાં રાત્રિ કરફ્યૂ છે. ત્યારે કરફ્યૂ વચ્ચે સુરતમાં એક વૈભવી બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાર્ટી એટલી હાઈફાઈ હતી કે, તેના માટે મુંબઈની ડાન્સરોને બર્થડે પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. ડાન્સરો સાથે પાર્ટીમાં સામેલ યુવકોએ ઠુમકા લગાવ્યા હતા. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે બર્થ ડે પાર્ટીમાં બાળકોને પણ સામેલ કરાયા હતા. બાળકોએ પણ ડાન્સરોની ફરતે ઠુમકા લગાવીને ડાન્સ કર્યો હતો. સમગ્ર હકીકતનો વીડિયો બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 

આ વીડિયો સુરતના ભાગા તળાવના સિંધીવાડ વિસ્તારનો હોવાનું ચર્ચાય છે. બર્થ ડે પાર્ટીમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. બર્થ ડે સેલિબ્રેશનના નામે એક તરફ કરફ્યૂનો અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરાયો છે. વીડિયોમાં અશ્લીલતા ઝળકાઈ આવે છે. કેવી રીતે એક પાર્ટીમાં બાળકો અને મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે. 

આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી