સુરત: મુંબઈ કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી, રૂ. 3000 કરોડના હીરા સીઝ કર્યાં

સુરતના શહેરના કતારગામમાં આવેલી એક મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.3000 કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી હીરા સેક્સન 110 મુજબ સિઝ કરવામાં આવ્યા છે.

ડાયમંડના વેલ્યુએશનને લઈને સ્પષ્ટતાં નહીં કરી શકતાં થોડા દિવસો અગાઉ સ્પેશિયલ કાર્ગો કમિશ્નરેટની ટીમે મુંબઈ આવી રહેલા કરોડોના હીરા સીઝ કરી યોગ્ય કાર્યવાહી શરૂ કરી છે. મુંબઇ કસ્ટમમાંથી મળતી માહિતી મુજબ જે કંપનીના કન્સાઇન્ટમેન્ટ સીઝ કરવામાં આવ્યા છે તે કંપની દેશ-વિદેશમાં 12થી વધુ ઓફિસ ધરાવે છે.

મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા સિઝ કરવામાં આવેલા હિરાઓ 62837 કેરેટના હતા જે હીરા ચોપડે માત્ર 1854 દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે કંપનીના હિરા સીઝ કરવામાં આવ્યા છે તે કંપની દ્વારા ડાયમંડનું કટીંગ અને પોલીશીંગનું કામ કરવામાં આવે છે.

ત્રણ હજાર કરોડના રફ ડાયમંડ ઇમ્પોર્ટ કરી ઓવરવેલ્યુએશન કૌભાંડ કરનાર કે.ડીના ટૂંકા નામથી જાણીતી ડાયમંડ કંપનીના માલિકોની પૂછપરછ થતા તેઓ કન્સાઇન્મેન્ટ મુંબઇમાં મંગાવી અન્ય કંપનીઓને રફ વેચતા હોવાની કબૂલ્યું હતું. જેના આધારે મુંબઇની એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનર એક્ટની ટીમ દ્વારા મુંબઇ અને સુરતની 12 કંપનીઓને નોટિસ પાઠવી છે.

 65 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી