સુરત : છતનું પોપડું પડતાં બાળકીનું મોત, મેયરની બાંહેધરી બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

પાલિકાના પાપે માસુમનો ભોગ લેવાયો હોવાનો આરોપ

શહેરના પાંડેસરામાં સરસ્વતી આવાસમાં છતનું પોપડું પડતા 8 મહિનાની બાળકીનું મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આવાસના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે બાળકીની લાશ સ્વીકારવાની પરિવારજનોએ ના પાડી દીધી હતી. જો કે મામલો વધુ તંગ બનતા મેયર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બાંહેધરી આપતા પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.

પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં પરિવાર સૂતો હતો તે જ સમયે સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસૂમ ઘાયલ થયા હતા. જેમાં માસુમ બાળકી સિયા ખાંડેને સિવિલ લાવતા મૃત જાહેર કરાઈ હતી. આવાસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ પણ પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો ભોગ લીધો હોવાનો પરિવારે આરોપ લગાડ્યો છે. માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ પણ દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. રવિવારની મધરાત્રે બનેલી ઘટના બાદ આવાસના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. 

 43 ,  1