September 21, 2020
September 21, 2020

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, કારણ અકબંધ

જયસુખ ગજેરાએ તાપી નદીના બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ આપઘાત કરી લીધો છે. ગઇકાલે 9 સપ્ટેમ્બરના રોજ તેમણે કામરેજના આંબોલી ખાતે તાપી નદી પર બનેલા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી મોતને વહાલું કર્યું હતુ. આજે કઠોર ગામના તાપી કિનારેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે.

રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખ ગજેરા છેલ્લા ઘણા દિવસોથી સુરતના રત્નકલાકારો માટે લડી રહ્યા હતા. જો કે તેમણે આ પગલું શા માટે ભર્યું તે હજૂ સુધી જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે, આપઘાત પહેલા જયસુખ ભાઈએ રાત્રે ચેમ્બર્સ ઑફ કોમર્સના પ્રમુખ સાથે વાતચીત કરીને પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવાની વાત કરી હતી.

રાત્રે ફોન બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. જો કે સવારે બાઇક અને ચપ્પલ કઠોર બ્રીજ પરથી મળ્યા હતા. તપાસમાં જયસુખ ગજેરાનો મૃતહેદ હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરી છે. જો કે આત્મહત્યા કે હત્યા તે બાબતે હાલ રહસ્ય ઘેરાઈ રહ્યું છે. 

 197 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર