September 19, 2020
September 19, 2020

સુરત : આર્થિક સંકડાણ અને બેરોજગારીએ બે યુવકોનો લીધો ભોગ, ફાંસો ખાઇ કર્યો આપઘાત

શહેરના અલગ અલગ વિસ્તારમાં બે આત્મહત્યાના બનાવ

રાજ્યમાં દિવસને દિવસે આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને આર્થિક ભીંસને લઇ લોકો મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે સુરતમમાં અલગ અલગ બે જગ્યાએ આત્મહત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આર્થિક સંકડામણને લઇ યુવાનોએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

કોરોના વાયરસને લઇ લોકડાઉનના કારણે આમ જનતાની હાલાત કફોડી બની ગઇ છે. લોકોની નોકરીઓ છૂટી જતાં તેમજ ઘંઘાઓ ઠપ થતાં લોકો બેરોજગાર બની રહ્યા છે. તેવામાં લોકો તંગીને લઇ જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે આવી આપઘાતની બે ઘટના સુરત શહેરમાંથી સામે આવી છે. જેમાં પહેલા બનાવમાં સુરતના છેવાડે આવેલ સચીનના જમસેદનગરમાં રહેતો 28 વર્ષીય મુકેશ કૌશલ મૌર્યાએ ગતરોજ સાંજે ઘરમાં છતમાં પંખા સાથે ઇલેક્ટ્રીક વાયર બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતું.

બે સંતાનોના પિતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુત જીલ્લાના અગરતલાનો વતની મુકેશ પરિવાનુ ગુજરાન ચલાવવા કડીયા કામ કરતો હતો. જયારે તેની પત્ની પણ મજુરી કામ કરે છે. બનાવના દિવસે પત્ની ઘરે આવી ત્યારે તે પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મુકેશને નાણાકીય તકલીફ પડતી હતી. તેને વતન જવાની ઇચ્છા હતી. પણ પૈસા નહી હોવાથી વતન જઇ શકતો ન હતો. આવા સંજોગોમાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે સચિન પોલીસે તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ સુરતના અમરોલી વિસ્તારના નવા કોસાડ રોડ પર હરીદર્શન સોસાયટીમાં રહેતો 23 વર્ષીય મેહુલ મહેન્દ્રભાઇ માછીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગ્રાફિકનું કામ કરતો હતો અને પરિવારને આર્થિક રીતે મદદ કરતો મેહુલ કોરોના મહામારીમાં છેલ્લા લાંબા સમયથી બેકાર હતો.

જોકે આ દરમિયાન મેહુલની છેલ્લા ત્રણ-ચાર માસથી સગાઇની વાતચીત ચાલતી હતી. પણ બેકાર હોવાને લઈને તેની તૂટી ગઇ હતી. સગાઇ ન થતાં છેલ્લા લાંબા સમયથી સતત માનસિક તાન અનુભવતો હતો.

જેને લઈને નાસી પાત થઈને ગતરોજ સાંજે પોતાના ઘરમાં પતરાના એંગલ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જોકે પરિવાર ને આ ઘટના ની જાણકારી મળત તેઓ આ મામેલ અમરોલી પોલીસ મથકે દોડી જેણે ફરિયાદ પિતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિત તપાસમાં, બંને બનાવોમાં આર્થિક સંકાડમણ અને બેરોજગારીના કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. વાયરસના કારણે સર્જાયેલી આર્થિક તંગીએ અનેક લોકોની નોકરીઓનો ભોગ લીધો છે જેના કારણે હવે કેટલાક પીડિતો અંતિમ પગલું પણ ભરી રહ્યા છે.

 45 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર