September 25, 2020
September 25, 2020

સુરત : નાયબ મામલતદાર સહિત ચાર લોકો નવ લાખની લાંચ લેતા ઝડપાયા

બિલ્ડર પાસેથી જમીન માપણી માટે માગ્યા હતા 22 લાખ, જોકે રકઝક બાદ 18 લાખ નક્કી થયા,,

સુરત શેહરમાં વેસુ વિસ્તારમાં કોરોડો રુપિયાની જમીનની માપણી કરવા માટે રૂ. નવ લાંખની લાંચ લેતા એસીબીએ સુરતના જીલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી રિતેશ રાજપરા, મહેસુલી નાયબ મામલતદાર જસ્મીન બોઘરા સહિત ચારની ધરપકડ કરી હતી. આ લોકો દ્વારા જમીન માપણી માટે રૂ. 18 લાખની માંગણી કરવામાં આવી હતી. 

મળતી વિગત મુજબ, બિલ્ડર પાસેથી જમીન માપણી માટે 22 લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ 18 લાખ નક્કી થયા જે પૈકી પહેલા 9 લાખ અને માપણી થયા પછી બીજા 9 લાખ આપવાનું નક્કી થયું હતું.

એસીબીની ઓફિસથી 10 મીટરના અંતરે જજીસ કોલોનીની બહાર બિલ્ડરની કારમાં બેસી બે વાઉચરોએ 9 લાખની લાંચની રકમ લેતા રંગેહાથે પકડાયા હતા. પકડાયેલા વાઉચરોમાં એકનું નામ ડોલર રવજી ચકલાસીયા અને બીજાનું નામ રાજેશ ભાનુ શેલડીયા છે. બન્ને એસીબીએ પૂછપરછ કરતા 9 લાખની રકમ લેવા માટે પુણા જનસેવા કેન્દ્રના વર્ગ-3ના નાયબ મામલતદાર જસ્મીન અરવિંદ બોઘરા અને નાનપુરા બહુમાળી કેમ્પર્સમાં હક્ક ચોક્સી અધિકારી અને ઈનચાર્જ જીલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઈ.એલ.આર) રિતેશ બાલુભાઈ રાજપરાના કહેવાથી આવ્યા હોવાની વાત જણાવી હતી.

એસીબીની હાજરીમાં વાઉચરોએ નાયબ મામલતદારને રકમ મળી ગયાની વાત પણ કરી હતી. જેના આધારે એસીબીની બે ટીમો પૈકી એક ટીમે બહુમાળીમાં પહેલા માળે ડી.આઈ.એલ.આર.ની ઓફિસમાંથી લાંચીયા રિતેશ રાજપરાને તો બીજી ટીમે નાયબ મામલતદાર જસ્મીન બોઘરાને દબોચી લીધા હતા.

એસીબીના મદદનીશ નિયામક નિરવ ગોહીલ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યુ હતુ. તે મુજબ આજે બપોરે જમીન માલિક પાસેથી રૂ. નવ લાખની લાંચ લેવા માટે અધિકારી વતી રાજેશ તથા ડોલરભાઈ નાનપુરા ખાતે જજીસ કોલોનોની સામે આવ્યા હતા. જેવી લાંચની રકમ લીધી તેની સાથે જ પોલીસે તેઓને ડબોચી લીધા હતા.

તો બીજી તરફ આ રેડ સફળ થતાની સાથે જ પોલીસની બીજી ટીમે કે જે ડી.આઇ.એલ.આર. કચેરીની બહાર જ ઉભી હતી તેઓએ ક્લાસ – 2 અધિકારી રિતેશ બાલુભાઈ રાજપરાની ધરપકડ કરી હતી. અને મોબાઈલ લોકોશનના આધારે નાયબ મામલતદાર જસ્મી અરવિંદભાઈ બોઘરની ધરપકડ કરી હતી. આ સફળ ઓપરેશન મદદનીશ નિયામક, એ.સી.બી. એન.પી.ગોહિલના સુપરવિઝનમાં પોલીસ ઈન્સપેક્ટર કે.જે. ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર