PSIની ઇમાનદારી, 30 લાખના હીરા મૂળ માલિકને પરત કર્યા, કમિશનરે અભિનંદન આપ્યા

ડાયમંડ નગરી સુરતમા ખાખી વર્દીએ પોતાની ઇમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે, જે સૌ માટે પ્રેરણાદાયક બન્યુ છે. PSIની મોટરસયકલની ડીકીમાં એક હીરા દલાલે શરતચુકથી રૂપિયા 30 લાખની કિમતના 40.288 કેરેટ હીરાની થેલી મૂકી દીધી હતી. ભુલથી મળી આવેલી આ હીરાની થેલી PSIએ મુળ માલિકને સુપરત કરી હતી.

પીએસઆઈ વી.કે.રાઠોડની બાઇકની ડીકીમાં 30 લાખના હીરા મૂકી દીધા હતા.પીએસઆઈ રાઠોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમની બાઇકની ડીકીમાં 30 લાખના હીરા છે.

પીએસઆઈ વી.કે.રાઠોડે તપાસ કરીને મૂળ માલિકને શોધીને તેમને 30 લાખના હીરા પરત કર્યા હતા. તેમની ઇમાનદારીની કદર કરીને સોમવારે પોલીસ કમિશનરને વી.કે.રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા.

 56 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી