સુરત: કોંગ્રેસ કોર્પોરેટરની દૂકાન પર હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરની દૂકાન પર હુમલો થયો છે. કોંગ્રેસના દિનેશ કાછડિયાના મેડિકલ સ્ટોર પર હુમલો કરાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ, અશ્વિની કુમાર રોડ પર સરસ્વતી સર્કલ પાસે કોર્પોરેટર દિનેશ કાછડિયાની રાધે કેમિસ્ટ મેડિકલ સ્ટોરમાં ગત રાત્રે તોફાની તત્વોએ હુમલો કર્યો હતો. જેમાં દુકાનના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તોફાની તત્વોએ લૂંટના ઇરાદે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં, તસ્કરો દારૂના નશામાં હોવાનું પણ નજરે પડી રહ્યું છે. લથડીયા ખાતા મેડિકલ સ્ટોર પર હુમલો કર્યો હતો.

આ ઘટના વિશે કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે, હું એક જન પ્રતિનિધિ છું, મારી કોઈ સાથે દુશ્મની નથી. પરંતુ આ જે કોઈ મેડિકલ સ્ટોરમાં તોડફોડ કરી ગયા એ લૂંટના ઇરાદે આવ્યા હોય એમ કહી શકું છું

 46 ,  3