September 23, 2020
September 23, 2020

સુરત : લંપટ ડોક્ટરની ગંદી હરકત, ઓપરેશન થિએટરમાં નર્સ સાથે કરી છેડતી

કિશોરીને જકડી લંપટ ડોક્ટરે બળજબરીથી કર્યું ચુંબન, પોલીસે કરી ધરપકડ

સુરતમાં એક શર્મજનક ઘટના સામે આવી છે. ડોક્ટરના રૂપમાં એક હેવાને તરૂણી સાથે છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. લિંબાયતની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરે સગીર વયની તાલીમાર્થી વિદ્યાર્થિનીને ઓટીમાં ઓપરેશનની તૈયારીના બહાને બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નરાધમે બળજબરીપૂર્વક બાહોપાશમાં લઇ કિશોરીના ગાલ પર અને કપાળ પર ચુંબન કર્યા હતા. આ ગંદી હરકત બાદ કિશોરી હેબતાઇ ગઇ હતી. બાદમાં કિશોરીએ હિંમત દાખવી લંપટ ડોક્ટર વિરૂદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. કિશોરીની ફરિયાદ બાદ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ વડોદરા જિલ્લાના આદિવાસી પરિવારની 16 વર્ષની કિશોરી સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી પંકજ હોસ્પિટલમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી. કિશોરીરે આરોપ લગાવ્યો છે ક, હોસ્પિટલના ડૉ. જીજાબરાવ પાટીલ છેલ્લા કેટલાક સમયથી તમામ વિદ્યાર્થિનીઓ સાથે મજાક મસ્તી કરતા અને કોઈ પણ કારણ વિના ગળે મળતા હતા. આ કિશોરી સાથે અન્ય ચાર વિદ્યાર્થિનીઓ પણ ત્યાં જ  ટ્રેઈની તરીકે ફરજ બજાવતી હતી. ડૉ. પાટીલ કોઇ પણ કારણ વિના વિદ્યાર્થિનીઓ બાથમાં ભીડી લેતા હતા.

કિશોરીએ નોંધાયેલી ફરિયાદ મુજબ, ગતરોજ હર્નિયાનું ઓપરેશન હોય જેને કારણે ઓપરેશન થિયેટરમાં સાધનોની ગોઠવણી કરવાનું કહી કિશોરીને અંદર બોલાવવામાં આવી હતી. કિશોરી ઓપરેશન થિએટરની અંદર આવતાની સાથે જ  ડો.જીજાબરાવ પાટીલે પાછળથી જકડી ગળા પર કિસ કરવા લાગ્યા હતા. ગભરાયેલી તરૂણીએ કોઈ વિરોધના કરતાં તબીબે તેને કપાળના ભાગે, બંને ગાલે અને હોઠ પર પણ કિસ કરી હતી.

આ ઘટના બાદ તરૂણીએ ત્યાંથી ભાગી છૂટી હતી અને બાદમાં રસોડામાં જઈ રડવા માંડી હતી. સાથી મિત્રને રડતા જોઇ અન્ય વિદ્યાર્થિનીઓ પણ દોડી આવી હતી અને રડવાનું કારણ પૂછ્યું હતું. કિશોરીએ નરાધમ તબીબની હેવાનિયત અંગે તમામ હકીકતો સંભળાવી હતી. બાદમાં કિશોરીએ હિંમત દાખવી આ અંગે તેના પિતાને જાણ કરી હતી. પુત્રીની વાત સાંભળતા જ પિતા તાત્કાલિક ધોરણે સુરત દોડી આવ્યા હતા અને આ અંગે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લિંબાયત પોલીસે પીડિતાની ફરિયાદના આધારે છેડતી, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ પંકજ હોસ્પિટલના તબીબ ડો.જીજાબરાવ એલ.પાટીલ (ઉ.વ.45, રહે- મધુસુદન રોહાઉસ, ગોડાદરા) સામે ગુનો નોંધી અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

 127 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર