સુરત : માસિયાઈ ભાઇએ કરી યુવકની હત્યા, કહ્યુ – મારી પત્ની સાથે કરતો હતો વાત

ગળુ દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને કરી હત્યા

સ્માર્ટ સિટી બની રહેલુ સુરત શહેર ક્રાઈમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં હત્યા, લુંટફાટ, ખંડણી, અપહરણ જેવી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. અને આ હત્યાની ઘટના બનવા પામી છે શહેરના પાંડેસરા વિસ્તારલ બાદ હવે ખજોદ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. પત્ની સાથે વાત કરતો હોવાનું વહેમ રાખી માસિયાર ભાઇએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

શહેરના ખજોદ વિસ્તારમાં બની રહેલા ડાયમંડ બુર્સની બિલ્ડીગમાં કલર કામ કરતાં સમીરે બીજા યુવક વસીમની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી. પોતાની પત્ની સાથે વાત કરતાં માસિયાઈ ભાઈની માસિયાઈ ભાઈએ જ હત્યા કરી છે. સમીરે ગળુ દબાવી માથાના ભાગે લોખંડની ટોમીના પાંચ ઘા મારીને વસીમની હત્યા કરવામાં આવી હોય છે. હત્યા બાદ આરોપીએ મૃતદેહને ગોડાઉનમાં કલરના ડબ્બા પાછળ સંતાડી દઈને ઉપર સિમેન્ટની ગુણો મૂકી દઈ સંતાડવા પ્રયાસ કર્યો હોય છે. જો કે આ અંગે મામએ પૂછપરછ કરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.

શરૂઆતમાં આરોપીએ મામને અવરા રવાડે ચડાવવાની કોશિશ કરી હતી. જો કે બાદમાં સમગ્ર પોલ છતી થઇ હતી. મૃતક વિષે તેના મામાએ પૂછતાં હત્યાના આરોપી ભાણેજે કહ્યું કે, મેં તેની હત્યા કરી છે. હત્યા અંગે મામા ઈમરાને પૂછપરછ કરતાં તેણે કહ્યું કે, મારી પત્ની સાથે વાત કરતો હોવાથી હત્યા કરી છે.

આ અંગે ફરિયાદમાં મામાએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સમાં કલર કામ કરીએ છીએ. ત્યાં બંન્ને ભાણીયા વસીમ અને સમીર કામ કરતા હતા. હું ઉપરના માળે કામ કરી રહ્યો હતો. 12.30 કલાકે સમીરનો ફોન આવ્યો હતો. અને કહ્યું હતું કે વસીમ પાણી પીવા માટે ગયો છે. ત્યારબાદ પરત આવ્યો નથી. જે મેં તેને કહ્યું કે ત્યાં જ હશે તું જો, તારી સાથે તો કામ કરતો હતો. ત્યારબાદ તે શોધવા પણ ગયો હતો. અને ત્યારબાદ 1 વાગે અમે ઘરે જમવા ગયા હતા. ત્યારબાદ સમીર પણ ઘરે આવી જાય છે. ત્યારે ફરી એક વખત મેં સમીરને વસીમ અંગે તેને પૂછ્યું હતું તો તેણે જણાવ્યું હતું કે વસીમ મને મળ્યો જ નથી. અને પાછા 2 વાગ્યે અમે જમીને બિલ્ડીંગમાં કામ અર્થે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેની લાશ મળી આવી હતી.

સમીરે વસીમની હત્યા કરી લાશને બેજમેન્ટના કલર સ્ટોર રૂમમાં છુપાવી દીધી હોવાની જાણ કરી હતી જેથી લોકો ત્યાં પહોચ્યા હતા અને જોયું તો વસીમની લાશના ગળાના ભાગે ફંદો લગાવેલો હતો. અને આંખના ઉપરના ભાગે સેન્ટીંગ જેકનો લોખંડનો રાડ મારેલો હતો. અને તેની લાશને સ્ટોરમાં છુપાવી દીધી હતી. અને તેની લાશની ઉપર 30 કિલોના વજનવાળા કટ્ટા મૂકી દીધા હતા. આ મામલે પોલીસે તેના મામા ઇમરાન અલી નૌશેઅલી પઠાણની ફરિયાદના આધારે આરોપી સમીરને અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

 70 ,  1