September 20, 2021
September 20, 2021

સુરત મેયરનો પ્રજાના પૈસાનો ધૂમાડો…!

હેમાલી બોઘાવાલા બંગલાનું વીજબીલ જાણી ચોંકી જશો, જાણો કેટલું આવ્યું

ગુજરાતમાં કોરોનાની મહામારીના પગલે વેપાર ધંધા પડી ભાગવાના કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બીજી બાજુ રાજ્યના ડાયમંડ સિટી સુરતના મેયર પ્રજાના પૈસાનો ધૂમાડો કરી રહ્યા હોય તેમ મેયર હેમાલી બોઘાવાલા આલિશાન બંગલાનું વીજબીલ રૂ. 51 હજારથી વધુ આવ્યું છે.

મેયરનો બંગલો મંત્રીઓના બંગલાને પણ ઝાંખો પાડે તેવો છે બંગલામાં કુલ 6 બેડરૂમ છે અને પ્રાઈવેટ ઝોનમાં લિવિંગ રૂમ અને ફોર્મલ ડાઈનિંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં મેયરના 5 કરોડથી વધુની કિંમતના બંગલાનું વીજબિલ 51,890 રૂપિયા આવ્યું છે. જો કે મેયર હેમાલી બોઘાવાલા બંગલામાં રહેવા ગયા તે બાદ બિલ 4 ગણુ વધ્યુ છે.

સુરત મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાતા એવી સ્થિતિ સર્જાઈ છે તંત્રએ નાણાં ભેગા કરવા માટે પાંચ પ્લોટ હરાજીમાં મુકવા પડ્યા હોવાનું પણ મનાઈ રહ્યું છે ત્યારે સુરતના અલથાણ પાસે મેયરના બંગલા બનાવવા પાછળ પાંચ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 89 ,  1