સુરત : બાળકીનું અપહરણ બાદ દુષ્કર્મ, હેવાન સીસીટીવીમાં કેદ

સાત વર્ષની બાળકી સાથે હેવાનિયત, શરીરે બચકાં ભરી પીખી નાખી

સુરતમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હવસખોર શેતાને ફૂટપાટ પર માતા પાસે સૂતેલી સાત વર્ષની માસૂમને ઉઠાવી જઇ હેવાનિયતનો ભોગ બનાવી હતી. લાલગેટ વિસ્તારમાં નરાધમે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ગણતરીની જ કલાકોમાં હેવાનને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, લાલગેટ વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલી સાત વર્ષની બાળકીનું અપહરણ કરાયું હતું. મોઢું દબાવી ઉપાડી જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. માતા સાથે સૂતેલી બાળકીને હવસખોર ઉઠાવી ગયો હતો. નરાધમ જમ્મુ પઠાણ નામના રીઢા ગુનેગારે દુષ્કર્મ આચર્યું છે. એટલું જ નહીં હવસખોરે બાળકીના શરીર પર બચકા પણ ભર્યા હતા. બાળકીએ માતાને આપવીતી કેહતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી છે.

લાલગેટ વિસ્તારમાં ફુટપાથ પર ઝુપડામાં શ્રમજીવી પરિવાર રહે છે. તેમાં 7 વર્ષની બાળકી માતા સાથે સોમવારની રાત્રે સુતેલી હતી. ત્યારે એક અજાણ્યો આરોપી રાત્રે અઢી વાગે બાળકીનું મોઢુ દબાવી અપહરણ કરીને નાસી ગયો હતો. થોડા સમયમાં બાળકી રડતા-રડતા માતા પાસે આવી તમામ હકિકત જણાવી હતી. જેથી સવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરતા આરોપી જમ્મુ પઠાણની ઓળખ થઈ હતી. બાળકીના શરીરે બચકાંના નિશાન છે.

બાળકી પર હેવાનિય આચરનાર સામે પોલીસે અપહરણ, પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

 105 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર