મજૂરા ગેટ વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંધવી અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ટ્રોમા સેન્ટરમાં અપૂરતી સુવિધાને લઈને ડોક્ટરો, સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

ધારાસભ્ય હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં અનેક જગ્યાઓ પર ત્રુટીઓ જોઈ હતી. તેમને મશીનો બંધ હાલતમાં જોયા, રૂમોને તાળા જોયા, સાથે જ એક ઈલેક્ટ્રિકલ પ્લગ સિવિલ પ્રશાસન ન નંખાવી શક્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી તેઓ બરાબરના ગુસ્સે થયા હતાં અને આ બધું બંધ કરી કામગીરી કરવા તાકીદ કરી હતી.

દર્દીઓ સાથે પણ વાત કરી હતી. ધારાસભ્યની તપાસમાં અપૂરતી સુવિધા, અવ્યવસ્થા ધ્યાને આવી હતી. જેથી ધારાસભ્યએ ડોક્ટરો અને સ્ટાફ અને જવાબદાર અધિકારીઓને બરાબરના ખખડાવ્યા હતા. અને ટાંટીયા તોડી નાખવા સુધીની ચિમકી પણ આપી દીધી હતી.

સિવિલના ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે કહ્યું હતું કે, સરકાર તરફથી ફંડ નહીં મળતા કામ અટવાઈ રહ્યું છે. પીઆઈયુ(સિવિલમાં રિનોવેશનથી લઈને તમામ કામગારી કરતી એજન્સી)ના અધિકારીઓ, આરએમઓ સહિતનાને ખખડાવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં બંધ રહેલા એક્સ-રે મશીન અને એસી ગાયબ હોવાના કારણે પણ આડેહાથ લીધા હતા.
42 , 1