સુરત : જાહેરમાં યુવકનું ખૂન, હત્યામાં એક યુવતી પણ સામેલ : પોલીસે હાથ ધરી તપાસ

દેહવિક્રયના ધંધામાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા, મહિલાએ યુવક સાથે મળી મોતને ઘાટ ઉતાર્યો

શહેરના મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવેલા દિલ્હી ગેટ પાસે યુવકની જાહેરમાં જ હત્યા કરી નાંખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. લોકોની નજર સામે જ યુવતીએ યુવક સાથે મળીને અન્ય યુવકની હત્યા કરી નાંખી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

આ અંગેની વિગતો એવી છે કે, હિના નામની યુવતી અને એક યુવકે મળી આ હત્યાને અંજામ આપ્યો છે. યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી છે. યુવકને યુવતીને લાતો મારતી હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના મહિધરપુરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. શહેરના દિલ્લી ગેટ ચાર રસ્તા નજીક કબીર મંદિરની બાજુમાં ગત રાત્રે અજાણ્યા યુવાનને એક મહિલા અને તેના મિત્રએ માર મારી ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી.

 77 ,  1