સુરત : 4 વર્ષની માસૂમ બાળકીને નરાધમે પીંખી નાખી

બાળકીની હાલત નાજુક, આરોપીની ધરપકડ

ગુજરાતમાં સબ સલામતના દાવા પોકળ!

ગુજરાતમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થાય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. સુરતમાં દુષ્કર્મ, હત્યા, મારામારી, લૂંટ, અપહરણ કિસ્સાઓ દિવસેને દિવસે વધારો થઈ રહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં નરાધમ યુવકે માસૂમ 4 વર્ષની નાના બાળકીને પોતાની હવસનો શિકાર બનાવતા સમગ્ર પથકમાં ચરચાર મચી ગઈ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો.

સચિન વિસ્તારમાં 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં બાળકીને ઝાડીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો, પરિવારજનોએ બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા બાળકીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યો હતા જેમાં ક્રાઈમ બ્રાન્ચે 10 ટીમો બનાવી બાળકોની શોધખોળ હાથ ધરી, આખરે 5 કલાક બાદ બાળકી ઝાડીમાં ફેંકી દીધેલ હાલતમાં મળી આવી હતી જે બાદ પોલીસે મેડિકલ તપાસ માટે બાળકીને મોકલી આપી હતી જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ક્રાઈમબ્રાંચે 5 કલાકમાં બાળકીને શોધી

4 બાળકીના અપહરણ બાદ તેની દુષ્કર્મની ઘટના સામે આવતા જ પોલીસ પણ ચોંકી ગઈ છે, હાલ તો બાળકી હોસ્પિટલમાં સારવાર અર્થે છે, જ્યારે પોલીસ ઘટના સ્થળની આસપાસના સીસીટીવીને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હોવાનું પણ મનાઈ રહ્યું છે, જો કે હજુ સુધી આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી