સુરત : રમવા આવેલી બાળકી પર દાનત બગાડી પાડોશી નરાધમે કર્યા અડલપાં

 બે સંતાનના પિતાએ 5 ર્ષની માસુમ બાળાના ગુપ્તાંગમાં અડપલા કર્યા

સુરતમાં એક શરમજનક ઘટના સામે આવી છે. નરાધમે માસૂમ પાંચ વર્ષની બાળા સાથે શારીરિક અડલપાં કર્યા હોવાની ફરિયાદ સામે આવી છે. આ મામલે ખટોદરા પોલીસ મથકમાં આરોપી સામે ગુનો નોધાયો છે.

સુરતના ભટાર વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગર વસાહતમાં બે સંતાનના પિતાએ એક પાંચ વર્ષની બાળકીને લાલચ આપી તેની પાસે બોલાવી હતી અને બાળકી સાથે ગુપ્તાંગના ભાગે અડપલા કર્યા હતા. જો કે બાળકીને દુખાવો થતા આ સમગ્ર ભાંડો ફુટ્યો હતો. બાદમાં આરોપી રણજીત દગડુ ડોંગરે વિરૂ્દ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

બાળકીની માતાના ફરિયાદ મુજબ, ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 5 વર્ષીય માસુમ બાળા બે દિવસ અગાઉ પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે પોતાના પરિચીતના ઘરે રમવા ગઇ હતી. ત્યાંથી આવ્યા બાદ માસુમ બાળકીને ગુપ્ત ભાગે દુખાવો થતા પોતાની માતા પાસે ગઈ હતી. જોકે, બાળકી સાથે કોઈ ઘટના બન્યાનું લાગતા માતા દ્વારા બાળકીની પૂછપરછ કરતા બાળકી બે દિવસ પહેલા રમતી હતી ત્યારે પાડોસી રણજીત દગડુ ડોંગરે ત્યાં આવ્યો હતો. બાદમાં તેને ઘરે લઇ ગયો હતો.અને માસુમને રમાડવા લાગ્યો હતો. રમાડતા-રમાડતા નરાધમ રણજીતે માસુમના આંતર વસ્ત્ર કાઢી નાંખ્યા હતા અને ગુપ્તાંગ સાથે અડપલા કરવાનું શરૂ કર્યુ હતું.

હવસખોરની આ હરકત બાદ બાળકી ઘરે પરત આવી ગઇ હતી. જો કે બાદમાં ગુપ્તાંગમાં દુખાવો થતો હોવાનું બાળકીએ માતાને ફરિયાદ કરી હતી. માતાના પૂછપરછ બાદ બાળકીએ સમગ્ર હકિકત માતાને જણાવી હતી. બાળકીની ફરિયાદ બાદ માત પિતા આરોપીને ઘરે ગયા હતા. જ્યાં આરોપીએ બોલચાલ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

પીડિત બાળકીની માતાએ આ મામલે આરોપી રણજીત વિરૂધ્ધ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 66 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર