September 26, 2020
September 26, 2020

સુરત : ચાકુ બતાવી લૂંટ ચલાવનાર બદમાશોની પોલીસે કરી ધરપકડ

ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની કરી ધરપકડ

સુરતના વેસુ અને પુણા વિસ્તારમાં આવેલા સ્પામાં લૂંટના કેસ મામલે વીડિયો વાઈરલ થયા હતા. બંને સ્પાના લૂંટારા ઝડપાયા છે. બંને સ્પાની લૂંટમાં એક જ ટોળકી હોવાનું સામે આવ્યું. ઉમરા પોલીસે એક અને લીંબાયત પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. ત્યારે પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના વેસુ વી્આઈપી રોડ રૃંગટા શોપીંગ સેન્ટરમાં આવેલા સ્પામાં છરાની અણીએ લૂંટ ચલાવવાની ઘટના ગણતરીના કલાકો બાદ મોડી સાંજે પરવત પાટીયા કિષ્ના સર્કલ પાસે સીલીકોન વ્યુ કોમ્પ્લેક્ષમાં આવેલા સ્પામાં છરા સાથે ત્રાટકેલા ત્રણ લૂંટારૃઓએ સ્પાના સંચાલક અને તેના માણસને છરો બતાવી રૃા.9100 લૂંટી લીધા હતા.

સ્પામાં થયેલી લૂંટની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દરમિયાન, આ લૂંટના ગણતરીના કલાકો અગાઉ વેસુમાં રૃંગટા શોપીંગ સેન્ટરમાં પણ તેમણે લૂંટ કરી હોય તેના ફૂટેજ અને આ ફૂટેજ વાયરલ થતા પુણા પોલીસે દોડધામ કરી આરોપીને શોધી ગત મોડીરાત્રે ગુનો નોંધ્યો હતો. દરમિયાન, બંને સ્થળે લૂંટ કરનાર ટોળકીના ત્રણને લીંબાયત પોલીસે જયારે એકને ઉમરા પોલીસે ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

 87 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર