September 21, 2020
September 21, 2020

પોલીસ સુરક્ષા માટે કે દાદાગીરી માટે..? રસ્તા પર સુવડાવીને યુવકને જાહેરમાં માર્યો માર

સુરતમાં ડીંડોલી પોલીસની દાદાગીરી : વીડિયો થયો વાયરલ

સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી હોય તેમ લાગી રહ્યું છે. ડિંડોલી વિસ્તારમાં પોલીસની દબંગાઇ સામે આવી છે. પોલીસની શાખ પર ડાઘ લાગે તેવા દ્રશ્યો એક વાયરલ વીડિયોમાં કેદ થયા છે. જેમાં જનતા રક્ષક એક યુવકને બેરહેમી પૂર્વક જાહેરમાં માર મારતા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જો રક્ષક જ ભક્ષક બને તો પ્રજાજનો કોની પાસે મદદ માંગે..?

મળતી વિગત મુજબ, નાઇટ પ્રેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક યુવકને રસ્તા પર સુવડાવીને માર માર્યો હતા. કહેવામાં આવી રહ્યું છે યુવકે પોલીસના સાવલોના જવાબ ન આપત ઉશ્કેરાઇ ગઇ હતી. અને યુવક પર તૂટી પડી હતી.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે તે પ્રમાણે યુવકને જાહેરમાં ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા યુવકને રસ્તા પર સૂવડાવીને મારવામાં આવી રહ્યો છે. રાત્રે રસ્તા પરથી પસાર થતાં રાહદારીએ પોલીસ ના સવાલ ના જવાબ નહીં આપતા ઢોર માર મરાયો હોવાનું સામે આવી રહ્યું છે.

જણાવી દઇએ, પૂર્વ ડીજીપી શિવાનંદ ઝાએ પોલીસ વિભાગ માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં પોલીસ તંત્રને નાગરિકો સાથે ઉઘતાંઇ ભર્યું વર્તન, કે અસભ્ય વર્તન ન કરવા જણાવાયું હતું, અને તેમ છતાં શહેરના કોઈ નાગરિકને પોલીસની દાદાગીરી અને ઉદ્ધતાઈભર્યું વર્તન ધ્યાને આવે તો સંબંધિત અધિકારીઓને પગલાઓ લેવા સુચન આપ્યું હતું.

જો કે ઘણાં પોલીસકર્મીઓ આદશની અવગણના કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જનતાનું રક્ષણ પૂરૂ પાડવાને બદલે ગુંદાગર્દી પર ઉતરી આવે છે.

હાલ, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠી રહ્યા રહયા છે.

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર