સુરત : સ્કૂલ વાન ચાલકે સગીરાને ભોળવી આચર્યું દુષ્કર્મ, બે મહિલા સહિત આરોપીની ધરપકડ

સ્કૂલવાન ચાલક સગીરાને ફસાવીને બે વર્ષથી દુષ્કર્મ ગુજારતો

સુરતના પૂણા વિસ્તારમાં સ્કૂલવાન ચાલકે સગીરાને ફોસલાવી પ્રેમજારમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. સ્કૂલવાન ચાલકે છોકરીને ફસાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, બાળકીનું તેના ઘરેથી અપહરણ પણ કરી લીધું હતું. ત્યારે પોલીસે મહિલા અને સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પુણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી અભ્યાસ અર્થે સ્કૂલ વાનમાં અવરજવર કરતી હતી. આ દરમિયાન સ્કૂલ વાનના ચાલકે લેવા મુકવા જતી વખતે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરી તેને લગ્ન કરવાની લાલચ આપીને ત્રણેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતાં.

કિશોરીની બહેને નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાન ચાલક જગદીશ જગદીશ અગ્રવાલ રહે. ભૈયાનગર પુણા ગામ વર્ષ 2018થી 10-11-2020 સુધીમાં કિશોરીને સ્કૂલમાં વાનમાં લેવા મુકવા જતો હતો. ત્યારબાદ તે કિશોરી પર મોહિત થઈ ગયો હતો, તેણે પ્રેમભરી વાતો કરીને પોતે પરણિત હોવા છતાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું.

એટલું જ નહીં, પોલીસ ફરિયાદ થતાં ગત રોજ નરાધમે બાળકીના ઘરે જઈ તેનું અપહરણ પણ કર્યું હતું. જગદીશ અગ્રવાલ, તેની પત્ની રવિના અને અજાણી મહિલા સાથે કિશોરીના એપાર્ટમેન્ટના નીચે પહોંચીને કિશોરીની બહેનને નીચે બોલાવી તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરી કિશોરીને ઢીક્કા મુક્કીનો માર મારી તેને લઈ જઈ ચાલુ ગાડીમાં પણ માર માર્યો હતો. પુણા પોલીસે હાલ પોક્સો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર