સુરત : મહિલાની છેડતી કરવી રોમિયોને ભારે પડી, જાહેરમાં ધોલાઈ : અશ્લીલ ઈશારા કર્યા હોવાનો આરોપ

આરોપી યુવક પર મહિલાને ગંદા ઇશારાઓ કર્યા હોવાનો આરોપ, ચંપલે-ચંપલે ધોઈ નાખ્યો

સુરતમાં એક મહિલાની છેડતી કરવી રોમિયોને ભારે પડ્યું છે. મહિલાને ગંદા ઇશારો કરનાર આરોપી યુવકની જાહેરમાં ધોલાઇ કરવામાં આવી હતી. ગતરોજ રાત્રે શહેરના શિંગણપોર વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ આવેલી એક મહિલાને યુવકે ગંદા ઈશારા કરતા મહિલા રણચંડી બની હતી અને યુવાનને જાહેરમાં ધોલાઈ કરતા લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા.

મહિલાનો આરોપ હતો કે યુવકે તેને અશ્વીલ ઈશારા કર્યા હતા. હજુ તો અમદાવાદમાં એક આધેડની પિટાઈની શાહી સૂકાઈ નથી ત્યા સુરતમાંથી મહિલાએ જાહેરમાં એક યુવકને મેથીપાક ચખાડ્યો હતો. પીટાઈ કરી દેતા સમગ્ર રાજ્યમાં આ મામલો ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાક માર્કેટ પાસે મજૂરી કામ માટે આવેલા મજૂરો પણ એકઠા થયા હતા. રોડ રોમિયો છેલ્લા કેટલાક સમયથી મહિલાને હેરાન કરી રહ્યો હતો, અને તેને ગંદા ઈશારા કરી રહ્યો હતો. આખરે મહિલાનો ગુસ્સો વધી જતા તેણે યુવકને ચંપલથી માર માર્યો હતો. આ જોઈને જાહેરમાં અનેક લોકો એકઠા થયા હતા. મહિલાએ યુવકને બધાની વચ્ચે માર માર્યો હતો. જેને જોવા મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા. ત્યાર બાદ સ્થાનિક લોકોએ મહિલાને સમજાવી હતી. 

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર