સુરત: મહિલાઓ સામે ST કન્ડક્ટરે ભાંડી બેફામ ગાળો, મુસાફરને માર્યો ઢોર માર

ST વિભાગ થોડા થોડા દિવસે કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. તેનો એક વીડિયો સુરતમાંથી સામે આવ્યો છે. આ ઘટનામાં ST બસનાં કન્ડક્ટર મુસાફરે શાંતિથી જવાબ આપવા કહ્યું હતું, જેથી બસનો કન્ડક્ટર ઉશેકરાઇ ગયો હતો, અને મુસાફરને અપશબ્દો બોલીને મારમારી રહ્યાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ હાલ સુરત ST વિભાગે આ કન્ડક્ટર ક્યાનો છે અને કેમ તે આ માર મારી રહ્યો છે તે અંગે તપાસ શરૂ કરી છે. બસ કન્ડક્ટરની મુસાફર સાથે ટિકિટ અંગે બોલાચાલી થઇ હતી. જે બાદ કન્ડક્ટરે આધેડ વયનાં મુસાફરને માર માર્યો હતો. તેની સાથે અભદ્ર શબ્દો પણ બોલ્યો હતો.

બસમાં જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે ત્યાં મહિલાઓ પણ કન્ડક્ટરને સમજાવી રહી હતી. આસપાસનાં મુસાફરો પણ અભદ્ર શબ્દો ન બોલવા અને મુસાફરોને ન મારવા કન્ડક્ટરને સમજાવી રહ્યાં હતાં. પરંતુ તે માની જ રહ્યો ન હતો. ST વિભાગે આ વીડિયોમાં દેખાતા કન્ડક્ટર પર કડક કાર્યવાહી કરવાનાં આદેશ આપ્યાં છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી