September 18, 2020
September 18, 2020

સુરત: થાઈલેન્ડની યુવતીના મોત મામલે SITની રચના, DCP વિધિ ચૌધરીની આગેવાનીમાં થશે તપાસ

તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ, થાઈલેન્ડ હાઇ કમિશનને કરી જાણ

સુરતના મગદલ્લા ગામમાં ભૈયાભાઇ સ્ટ્રીટ વિસ્તારમાં એક મકામના રૂમમાંથી સળગેલી હાલતમાં થાઇલેન્ડની વનિતા બુસોર્નનામની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. ઘરની બહાર તાળું હોવાથી યુવતીની હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરાઈ છે. DCP વિધિ ચૌધરીની આગેવાનીમાં તપાસ થશે.

આ મામલે અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. શરૂઆતમાં પોલીસે આ મામલે શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાવ્યું હતું. જ્યારે આ મામલે ફૉરેન્સિક નિષ્ણાતોનું કહેવું છે કે યુવતીની હત્યા કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે તપાસનો રેલો તાપી જિલ્લાના અંકુર નામાના એક યુવક સુધી પહોંચ્યો છે. અંકુર વનિતાનો બોયફ્રેન્ડ હોવાની માહિતી મળી છે. 

પોલીસે યુવતીના મોતનો કેસ ઉકેલવા માટે સોમવારે પોલીસે કવાયત શરૂ કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારી, એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક નિષ્ણાત, ડીજીવીસીએલના અધિકારની મદદથી સોમવારે ચારથી પાંચ કલાક સુધી ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી હતી.

પોલીસ મુજબ અકસ્માતે જ્યારે ફોરેન્સિક નિષ્ણાતના કહેવા મુજબ યુવતીની હત્યા થઈ છે. ફોરેન્સિક એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, કોઈપણ સળગવાની પીડા ન સહી શકે, સળગતી વેળા કોઈપણ વ્યક્તિ બૂમો પાડી બચવાનો પ્રયાસ તો કરે જ. જોકે, આ ઘટનામાં લાશ એક સાઈડ સળગેલી મળી છે. જ્યારે રૂમનો અન્ય સામાન પણ વ્યવસ્થિત મળ્યો છે. બીજી તરફ થાઈ યુવતી સાથે રહેતી ચાર યુવતી શંકાના ઘેરામાં આવી છે. આ ઉપરાંત મરનાર યુવતીનો મોબાઇલ ફોન હજી સુધી મળી આવ્યો નથી.

DCP વિધી ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યા છે કે, અકસ્માત છે તે હાલ કહી શકાય નહીં. આ બાબતે થાઇલેન્ડ હાઇ કમિશનને જાણ કરી છે. તેઓ અંતિમક્રિયા માટેની કાર્યવાહી કરશે. હાલ પોલીસે આ મામલે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેક્ટર અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટરની નિમણૂક કરવામાં આવી છે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર