September 18, 2020
September 18, 2020

સુરત : પાંડેસરામાં ગુમ થયેલા બાળકની હત્યા કરાયેલી હાલતમાં મળી આવી લાશ

ઘરેથી મમ્મી હું રમવા જાઉ છું કહીને નીકળેલા ગુમ બાળકની મળી લાશ, હત્યાની આશંકા

સુરત શહેરમાં પોલીસ કમિશનર તરીકે અજય તોમરએ વિધિવત રીતે ચાર્જ સંભાળતા જ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ ગુનેગારો સાથે સખતાઈથી પેશ આવીશુ તેમ જણાવ્યું હતું. પરંતું તેમના આ દાવા પોકળ સાબિત થયા છે. સુરતની સ્થિતિ જેમ છે તેમ જ છે. શહેરમાં લૂંટફાટ, અપહરણ તેમજ હત્યાની ઘટનાઓ અટકવાનું નામજ નથી લઇ રહી ત્યારે વધુ એક અપહરણ અને હત્યા ઘટના સામે આવી છે.

શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ગૂમ થયેલા એક માસૂમનો મૃતદેહ મળી આવ્યો છે. બાળકના મૃતદેહ પર ઇજાઓના નિશાન હત્યાની આશંકા સેવાઇ રહી છે. તો બીજી તરફ પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બાળકની હત્યા તેના જ સાથી મિત્રએ કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઝારખંડના વતની અને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરાનગર પ્લોટ નં.57 માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા સંતોષ અજયભાઈ તિવારીનો 11 વર્ષનો પુત્ર આકાશ ગત બપોરે 3 વાગ્યે તેની માતાને સોસાયટીમાં રમવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.

પરિવારજનોએઆકાશની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ ભાળ ન મળતા આખેર પાંડેસપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે અપહરણનો ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આકાશ મૃત હાલતમાં તેના ઘર નજીક જ લક્ષ્મીનગર પાસેથી મળી આવ્યો હતો. આકાશના ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા સેવવામાં આવી છે.

પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે 3 વાગ્યે કિશોર આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા શંકાસ્પદ યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસને આશંકા છે કે તેના સાથી કે કોઇ નજીકના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે આ મામલે શંકાસ્પદ બે લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનિય છે કે બાળકના મોત પાછળનું કારણ જાણી શકાયું નથી. હત્યા કરવામાં આવી છે કે બીજી કોઇ કરાણ છે તે હવે કપોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ જાણવા મળશે.

 91 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર