September 25, 2020
September 25, 2020

સુરત : સ્પામાં કામ કરતી થાઈલેન્ડની યુવતીની બંધ ઘરમાંથી સળગેલી હાલતમાં મળી લાશ

મગદલ્લામાં થાઈલેન્ડની યુવતીનો સળગેલો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

સુરતમાં વિદેશી યુવતીનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી ખળભળાટ મચી ગયો છે. સ્પામાં કામ કરતી થાઈલેન્ડની મહિલાનો મૃતદેહ સળગેલી હાલતમાં મળતા સુરત પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મગદલ્લા ગામમાં આવેલ ભૈયાભાઈ સ્ટ્રીટ પરના એક મકાનના બીજા માળે આવેલ એક રૂમમાં સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. મકાનમાં થાઈલેન્ડની મીમ્મી નામની યુવતી ભાડેથી રહેતી હતી. રૂમનો દરવાજો બહારથી બંધ હતો. ગામના લોકોએ દરવાજો તોડીને અંદર જોયું તો યુવતીની સળગેલી લાશ હતી. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસમાં ખૂલ્યું કે, આ મકાનમાં સુરતના સ્પામાં કામ કરતી વિદેશી યુવતીઓ ભાડેથી રહે છે. જે યુવતીની લાશ મળી છે તે થાઈલેન્ડની રહેવાસી છે અને સુરતના સ્પામાં કામ કરે છે. 

ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીને મળીને ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ આ સ્ટ્રીટ ક્વોરન્ટીન છે અને પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે. જોકે, ઘરમાં બહારથી દરવાજે તાળું મારવાની વાત બહાર આવતા પોલીસે પણ યુવતીના મોતને લઈ શંકા વ્યક્ત કરી છે.

 69 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર