સુરત : પુણા વિસ્તારમાં જ્વેલર્સના શો રૂમમાં ગોળીબાર કરી લૂંટ ચલાવી ત્રણ બદમાશો ફરાર

રૂપિયા ભરેલી બેગ સમજી લેપટોપની બેગ ઉઠાવી ગયા

સુરતના પુણા ગામમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના શો રૂમમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી ત્રણ ઈસમો ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી. ધોળા દિવસે બદમાશોએ ગોળીબાર કરી લૂંટ ચલાવતા પોલીસ પર સવાલો ઉઠ્યા છે.

સાડા અગિયાર વાગ્યાના અરસામાં મોટર સાયકલ પર ત્રણ જેટલાં અજાણ્યાં શખ્સો ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના શો રૂમમાં આવી ચઢ્યા હતાં. જેઓ બંદૂક લઈને દુકાનમાં ઘસી આવ્યા હતાં અને કર્મચારીના પગના ભાગે ફાયરિંગ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્વેલર્સ વેપારી પાસેથી રૂપિયા ભરેલી બેગ સમજી લેપટોપ ની બેગ લૂંટી ગયા હતાં.ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઘટનાના સીસીટીવી ફુટેજમાં લૂંટની ઘટના કેદ થઈ ગઇ છે. જેમાં લૂંટારૂઓ માસ્ક પહેરીને દુકાનમાં આવ્યા બાદ આમ તેમ નજર કરી રિવોલ્વર બતાવી જવેલર્સમાં રહેલું કાળા કલરનું બેગ લઈને ફરાર થઇ જાય છે. જ્વેલર્સમાં જે પ્રકારે આવીને આરોપીઓ ઘટનાને અંજામ આપે છે તેના પરથી કોઇક જાણભેદું હોવાની આંશકા સેવાઇ રહી છે.

 63 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર