તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ, મૃતકોના પરિવારજનોએ આપી શ્રદ્ધાંજલિ

તક્ષશિલા અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે. જોકે, મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. આજે તક્ષશિલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થતા મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને માસૂમ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી. અને વાલીઓ ભાવૂક થઈ જતા રડી પડ્યા હતા. જેથી તક્ષશિલા આર્કેડનો માહોલ ગમગીન થઈ ગયો હતો.

સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં ગત તા.24મી મેના રોજ અગ્નિતાંડવ સર્જાયો હતો. શોટસર્કિટથી લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું કોમ્પલેક્સ લપેટમાં આવી ગયું હતું. આ ઘટનામાં 22 નિર્દોષ વિદ્યાર્થીઓના મોત થયા હતા, જેમાંથી કેટલાંક આગમાં ભડથું થઇ ગયા હતા તો કેટલાંક આગથી બચવાના પ્રયાસમાં ચોથા માળેથી કૂદકો મારવામાં મૃત્યુ પામ્યા હતા.

સુરત શહેર જ નહીં દેશભરના લોકોના હૈયા હચમચાવનારી તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂરો થઇ ગયો છે. 22 નિર્દોષોને ભરખી જનારી ગોઝારી આ ઘટનામાં કોઇને છોડવામાં આવશે નહીં એવા સરકારના ખોંખારા વચ્ચે મૃતકો અને તેમના પરિવારજનો આજે પણ ન્યાય માટે વલખાં મારી રહ્યા છે.

પાલિકા અને ડીજીવીસીએલની ગુનાઇત બેદરકારી બહાર આવી છતાં બંને તંત્રોના સર્વોચ્ચ અધિકારીઓ સામે કોઇ એક્શન નહીં લેવાતા ભારોભાર આક્રોશ છવાયો છે.

 20 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર