TRB જવાનની દાદાગીરી : ચા-પાણીના પૈસા ન મળતા યુવકનું બાઇક પડાવી લીધુ..!!!

પૈસા ન મળતા TRB જવાન ઉતર્યો દાદાગીરી પર..! Video વાયરલ

સુરતમાં દિવસેને દિવસે પોલીસની દાદાગીરી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરત પોલીસની છાપ બગાડતો અને દાદાગીરીના અનેક વીડિયો સામે આવ્યા છે, ત્યારે આ વખતએ TRB જવાનનો વીડિયો સામે આવ્યો છે. પોલીસની શાખ પર ડાઘ લગાવતો આ વીડિયોમાં TRBનો જવાન જબરજસ્તી એક યુવાનને બાઇકથી ઉતારી પોતે બાઇક પર બેસી જાય છે.

વીડિયોમાં TRB જવાન બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. યુવાનને ટ્રાફિકના નિયમ હેઠળ અટકાવી તેની પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી અને યુવાને રૂપિયા આપવાની ના પડતા આ જવાનો દ્વારા તેની ગાડી બળજબરી લઇ લેવામાં આવી હતી. જોકે આ જવાનોનો દાદાગીરીનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

બપોરના સમયે સુરતના સહારા દરવાજા પાસે પોતાની ફરજ પર કેટલાક TRB જવાન હતા, ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનને ટ્રાફિકના નિયમ ભંગ બદલ અટકાવવામાં આવ્યો હતો. આક્ષેપ છે કે, આ જવાનો દ્વારા આ યુવાન પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે રૂપિયાની માંગણીને લઈને યુવાન અને જવાનો વચ્ચે રગજક ચાલી હતી.

આખરે યુવાને રૂપિયા આપવાની ના પડતા આ જવાનો ઉશ્કેરાયા હતા અને યુવાનની ગાડીની પહેલા તો ચાવી લઇ લેવામાં આવી હતી, અને ત્યારે બાદ તેને ધક્કો મારીને તેની ગાડી પરથી ઉતારી પાડી ગાડી પર કબજો કરી લેવામાં આવ્યો હતો.

ખરેખર TRB જવાનની કામગીરી તો માત્ર ટ્રાફિક પોઇન્ટે તૈનાત રહી ટ્રાફિકજામ ન થાય તેના માટે ખાસ ધ્યાન આપવાનું હોય છે તેને બદલે બ્રિજની નીચે બેસીને જાણે વાહનચાલકોને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય એવું દેખાય રહ્યું છે. ત્યારે હવે જવાબદાર તંત્ર આ મામલે શું પગલા ભરે તે જોવાનું રહ્યું..

 197 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર