સુરત : વિજયાદશમીએ પોલીસ વિભાગે જાળવી પરંપરા, શસ્ત્રોનું કર્યું પૂજન…

ભગવાન રામના હસ્તે રાવણના વધનો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. આજના પાવન અવસરે શસ્ત્રપૂજનનો મહિમા રહેલો છે. રાજપુત સમાજ તથા પોલીસ વિભાગ તરફથી શસ્ત્ર પૂજન કરાતું હોય છે. સુરતમાં પોલીસ કમિશ્નરની હાજરીમાં શસ્ત્ર પુજા કરવામાં આવી હતી.

અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાના દિવસે શાસ્ત્રોની પૂજા કરવાની પરંપરા ચાલી આવી છે. સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.દશેરાના દિવસે વિજય મુહુર્તમાં શહેર પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટની ઉપસ્થિતીમાં શસ્ત્રનું પૂજન કરાયું હતું.. પોલીસે લોકોની સલામતી અને સુરક્ષાની પ્રાર્થના કરી હતી. સુરત શહેર પોલીસ કમિશનરે શહેરવાસીઓને દશેરાની શુભકામનાઓ આપી હતી.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી