સુરત મહિલા PSI આપઘાત મામલો, પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પૂછપરછ કરશે પોલીસ

પતિ અન્ય મહિલા સાથે શરીર સુખ માણતો હતો તેનું રેકોર્ડિંગ પોલીસના હાથે લાગ્યું..

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ અમિતા જોશીના આપઘાત કેસમાં મહિધરપુરા પોલીસને અમિતાના પોલીસ પતિના પુરાવા સમાન રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું છે. આ સાથે પોલીસે અમિતા જોશીની કોલ-ડિટેઈલ પણ કબજે કરી છે. બીજી તરફ, પોલીસે અમિતાના પતિના જે સ્ત્રી સાથે આડાસંબંધ હતા તેની પણ પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે.

અમિતા જોશીએ પતિ આ યુવતી સાથે શરીર સુખ માણતો હતો તેનું રેકોર્ડિંગ કરી લીધું હતું. પતિના આડા સંબંધના પુરાવા સમાન રેકોર્ડિંગ પણ પોલીસને સોંપવામાં આવ્યું છે. પોલીસે અમિતા જોશીની કોલ-ડિટેઈલ પણ કબજે કરી છે. અમિતા સાસરિયાંના ત્રાસ અને પતિના અફેરની વાતો નાની બહેન કાજલને ફોન પર કરતી હતી. કાજલે આ વાતનું રેકોર્ડિંગ કર્યું હતું. આ સાથે અમિતાએ પણ પતિ સાથે ફોન વાત દરમિયાન તેના અફેર અને ત્રાસનું રેકોર્ડિંગ કરી બહેનને મોકલી આપ્યું હતું, જે તમામ કોલ રેકોર્ડિંગ પિયરિયાંએ પોલીસને સોંપ્યું છે. પોલીસે અમિતાના પતિના જે સ્ત્રી સાથે શારીરિક સંબંધ હતા તેની પૂછપરછમાં કેચલીક નવી વિગતો બહાર આવશે એવી આશા છે.

ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશીએ સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ કેસમાં અમિતાના પિતાએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાનાં પતિ વૈભવ, સાસુ, સસરા અને બે નણંદ સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. સાસરિયાં નોકરીમાંથી રાજીનામું આપવા અને તેણે કાર-ફ્લેટ પતિનાના નામે કરી દેવા ત્રાસ આપતાં હતાં. સાસરિયાંના ત્રાસ સાથે પતિ વૈભવના અન્ય યુવતીઓ સાથેના શારીરિક સંબંધથી અમિતા જોશી સતત તણાવમાં રહેતાં હતાં.

અમિતાના પિતા બાબુભાઈ, બહેનો સહિતના પિયરિયાંએ સુરત આવી મહિધરપુરા પોલીસમાં અમિતાનાં સાસરિયાં વિરૂધ્ધ વિગતવાર નિવેદન નોંધાવ્યું હતું. પોલીસે મૃતક અને આરોપીઓની કોલ-ડિટેઈલ પણ મેળવી તપાસ હાથ ધરી છે

 111 ,  1