સુરત : વેડરોડ વિસ્તારમાં યુવકની ઘાતકી હત્યા, ઉપરાછાપરી ચાકુના ઘા મારી ઉતારી દીધો મોતને ઘાટ

ચોક બજાર પોલીસની હદમાં યુવાનની હત્યા, પોલીસે હાથ ધરી તપાસ

સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વેડરોડ વિસ્તારમાં યુવકનું છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. મિત્રે જ મિત્રને છરીના ઘા મારીને પતાવી દીધો છે. યુવાનની હત્યાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગીયા પર દોડી જઈને તપાસ કરતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાને લઇને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવકની અંગત અદાવતમમાં હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની વિગતે વાત કરીએ નવીન નામના વ્યક્તિ સાથે મૃતક પરેશની બોલાચાલી થઈ હતી. જોકે, પરેશે નવીન ઠપકો આપ્યો હતો, તે વાતનું લાગી આવતા ચપ્પુ જેવા હથિયાર સાથે પરેશને મારવા તેની સોસાયટીમાં પહોંચી ગયો હતો. આ દરમિયાન આરોપીએ પરેશ પર હુમલો કર્યો હતો. જાંગમાં અને છાતી પર એમ ત્રણ ઘા મારી દેવાતા પરેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સ્થાનિક લોકો પરેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે પરેશે તબીબો સારવાર કરે તે પહેલાં જ દમ તોડી નાખ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી ગઈ હતી. બીજી બાજુ ચપ્પુના ધા મારી આરોપી ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

આરોપી હુમલાખોર નવીન 7 માણસો સાથે સોસાયટીમાં ધસી આવ્યો હતો. અને માથાભારે છાપ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 62 ,  1