September 26, 2020
September 26, 2020

સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં, હત્યાના આરોપીઓના વીડિયો કોલના ફોટા વાયરલ

 સૂર્યા મરાઠીની હત્યા કેસના આરોપીના ફોટા વાયરલ, જેલ તંત્ર સામે સવાલો ઉઠ્યા

સુરતની લાજપોર જેલ ફરી વિવાદમાં આવી હોય તેમ સોશિયલ મીડિયામાં ફોટા ફાયરલ થતાં પ્રશાસન સામે સવાલો ઉભા થયા છે. હાઈટેક જેલમાં કેટલાંક કેદીઓ જલસા કરતા હોય તેવું વાયરલ ફોટામાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે. વાયરલ ફોટોમાં કેદીઓએ જેલમાં બેઠા બેઠા વીડિયો કોલ કરતા હોવાનું જણાવી રહ્યું છે. જેલમાં જલસા કરતા નજરે ચડી રહેલા આરોપીઓ સૂર્યા મરાઠીની હત્યા કેસમાં બંધ છે. તો બીજી તરફ આ મામલે જેલ તંત્ર સામે સવાલો ઉઠવા પામ્યા છે.

સુરતની લાજપોર જેલમાં બંધ હત્યા કેસના આરોપી, જેલમાંથી જ કોઈને વીડિયો કોલ કરતા હોવાના ફોટા વાયરલ થતા જેલ તંત્ર બચાવની ભૂમિકામાં આવ્યું છે. જેલમાં કેદીઓ કેવા જલસા કરે છે તેનો બોલતો પુરાવો વાયરલ સ્વરુપે સામે આવ્યો છે. આ પૂરાવો સામે આવતા જ લાજપોર જેલના અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ છે. જેલમાં મોબાઈલ કેવી રીતે આવ્યો કોણ લાવ્યુ જેલમાં ફોન લઈ જવામાં કોની મદદગારી છે. વગેરે મુદ્દાએ કોઈ જ અધિકારી બોલતા નથી.

સૂર્યા મરાઠીની હત્યા કેસના આરોપી રાહુલ એપાર્ટમેન્ટ દ્વારા જેલમાંથી વીડિયો કોલ કરીને મિત્રો સાથે વાત કરી હોવાના ફોટા વાઈરલ થઈ રહ્યાં છે. જેના આધારે જેલ તંત્ર સામે સવાલો ઉભા થયા છે. આરોપીઓ પાસે જેલમાં સ્માર્ટ ફોન ક્યાંથી આવ્યો તથા અવારનવાર લાજપોર જેલમાં તપાસ દરમિયાન મોબાઈલ મળી આવતા હોય છે. ત્યારે જેલમાં મોબાઈલ કેવી રીતે પહોંચેથી લઈને આરોપીઓ સ્માર્ટ ફોનથી જેલમાં રહીને પોતાના મિત્રો સાથે વાત કેવી રીતે કરી શકે તે સહિતના સવાલો ઉભા થઈ રહ્યાં છે.

 41 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર