સુરતનો દુષ્કર્મી ભૂવો ઝડપાયો, મામા કહેતી યુવતીનું શોષણ કરનાર ઢોંગી ધુતારાની ધરપકડ

ફરિયાદ નોંધાવતાં લંપટે કર્યો હતો આપઘાતનો પ્રયાસ

સુરત શહેરમાં મામા કહેતી 21 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર ભૂવાની ધરપકડ કરવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદ બાદ ભૂવાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી ભૂવા બિપીન સોંધરવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર ભૂવાની હાલત સામાન્ય થતા રાંદેર પોલીસે ધરપકડ કરી છે.

સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવા બિપીન સોંધરવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભૂવા બિપીન સોંધરવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.

આ અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 વર્ષીય યુવતી અગાઉ રાંદેર આવાસમાં પરિવાર સાથે રહેતી હતી. આ સમયે ભુવા તરીકે ઓળખાતો અને અત્યારે ઉગત આવાસમાં રહેતો 40 વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા અડાજણમાં રહેતો હતો. ભુવાની પત્નીને ભોગ બનનાર યુવતીના પિતાએ બહેન માની હોય તે સંબંધથી બીપીન અવાર-નવાર તેમના ઘરે આવતો હતો. ભોગ બનનાર યુવતી બીપીનને મામા કહેતી હતી.

2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોઈ આ યુવતી બિપિનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપિન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભૂવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.

યુવતીએ બિપિન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને બિપિનને સારવાર અર્થે મનપા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સામાન્ય થતા ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બિપીનને રાંદેર પોલીસ શોધી રહી હતી. દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર