અમદાવાદ : સુરતની પરણિતાએ વસ્ત્રાપુરમાં નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

મિત્રને ખુશ કરવાનું કહી પ્રેમીએ આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

સુરતમાં રહેતી 25 વર્ષીય પરિણિત યુવતીએ વસ્ત્રાપુર પોલીસ મથકે તેના પ્રેમી તેમજ પ્રેમીના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી સુરતથી તેના પ્રેમીની સાથે અમદાવાદ આવી હતી. ત્યારબાદ યુવકના મિત્રની ઓફીસમાં રોકાયા હતા જ્યાં પ્રેમીએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં દારૂ પીને મારા મિત્રને ખુશ નહીં કરે તો મારી નાખીશ તેવી ધમકી આપતા મિત્રએ પણ બે વાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે પ્રેમી યુવક અને તેના મિત્રના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

સુરતમાં રહેતી 25 વર્ષીય પરિણિત યુવતીને તેના પાડોશમાં રહેતા રાકેશ પાંડે સાથે મિત્રતા થઈ હતી. બાદમાં મોબાઈલ નંબરની આપ-લે કરી બંન્ને વાતો કરવા લાગ્યા અને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ અવાર નવાર મળવા લાગ્યા હતા. નવેમ્બર 2020માં યુવતીના દિકરાનો જન્મદિવસની ઉજવણી રાખી હતી જેમાં રાકેશને પણ ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું. જો કે રાકેશ નોકરીના કારણે જઈ શક્યો ન હતો. જો કે ત્યારબાદ યુવતીએ ઘર ખાલી કરી બીજે રહેવા ચાલી ગઈ હતી. દરમિયાન ફેબુઆરી 2021માં રાકેશ પાંડે આ યુવતીને ફોન કરી મળવા માટે બોલાવી હતી. જેથી યુવતીએ ઘરમાં બહાનું બતાવી રાકેશને મળવા આવી હતી. ત્યારબાદ બંન્ને અમદાવાદ આવ્યા હતા. તે વખતે રાકેશે રૂ.10 હજારની જરૂર છે તેમ કહીને યુવતીનું એટીએમ કાર્ડ લઇ 10 હજારની જગ્યાએ રૂ.25 હજાર ઉપાડી લીધા હતા. ત્યારબાદ તેણે એટીએમ તેની જ પાસે રાખ્યુ હતુ.

બાદમાં રાકેશ યુવતીને લઈને તેના મિત્ર સુરેશ યાદવની માનસી સર્કલ પાસે આવેલી એક બિલ્ડીંગની ઓફીસમાં લઈ ગયો હતો. સુરેશ ત્યાં સિક્યુરીટી ગાર્ડમાં નોકરી કરતો હતો. આ ઓફીસમાં રાકેશ અને યુવતી ચાર દિવસ રોકાયા હતા. જ્યાં રાકેશે અવાર નવાર યુવતી સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. બાદમાં રાકેશે યુવતીના એટીએમ કાર્ડમાંથી બીજા રૂ.25 હજાર, રૂ.10 હજાર અને રૂ.20 હજાર ઉપાડી લીધા હતા. જો કે ચાર દિવસ પછી રાકેશ અને યુવતી પરત સુરત પહોંચ્યા હતા.

જો કે થોડા દિવસ પછી રાકેશે યુવકને ફોન કરી નવો મોબાઈલ માંગ્યો હતો. જેથી યુવતીએ તેને નવો ફોન ખરીદી આપ્યો હતો. દરમિયાન 15 દિવસ પહેલા રાકેશ અને યુવતી બંન્ને બે દિવસ માટે અમદાવાદ આવ્યા હતા અને સુરેશની ઓફીસમાં રોકાયા હતા. પહેલા દિવસે રાકેશ અને સુરેશે વધારે પડતો દારૂ પીધો હતો. રાકેશે તેના મિત્ર ને ખુશ કરવાનું યુવતીને જણાવતો હતો. જો કે યુવતીએ ના પાડી ત્યારે રાકેશ ઉશ્કેરાયો અને બારીનો કાચ તોડી યુવતીને કાચ બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતી ગભરાઈ ગઈ જેને ફાયદો ઉઠાવીને સુરેશે બે વાર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બીજા દિવસે આવી જ રીતે દુષ્કર્મ કર્યુ હતુ.

રાકેશ પાંડેએ પ્રેમ સંબંધ રાખી તેના પર દુષ્કર્મ કર્યો તથા તેના મિત્રએ પણ યુવતી સાથે દુષ્કર્મ કરી ટુકડે ટુકડે પૈસા પડાવી લેતા યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાકેશ પાંડે અને તેના મિત્ર સુરેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

 85 ,  1