સુરેશ રૈનાનો કમાલ, IPlમાં 5 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલના ઈતિહાસમાં એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. સુરેશ રૈનાએ આઈપીએલની 12મી સીઝનના પ્રારંભે જ શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પણ પાછળ પાડી દીધો છે.

ચેન્નઇ સુપરકિંગ્સના બેટ્સમેન સુરેશ રૈનાએ આઈપીએલમાં 5 હજાર રન કરવાની સિદ્ધી મેળવી છે. તે પહેલો પ્લેયર છે જેણે આઈપીએલમાં 5 હજાર રનના આંકડાને સ્પર્શ્યો છે. આપને જણાવી દઈએ કે રૈના સૌથી પહેલા 2 હજાર, 3 હજાર રન બનાવનારો પ્લેયર પણ રહી ચૂક્યો છે. 4 હજાર રન કરવાની રેસમાં વિરાટ કોહલીથી પાછળ રહી ગયો હતો, પરંતુ હવે 5 હજાર રનના મામલે રૈનાએ વિરાટને પછાડી દીધો.

બેટિંગની સાથોસાથ રૈના અનેક અવસરે ઘાતક બોલર પણ સાબિત થયો છે. અનેક મોટી મેચોમાં ધોનીએ રૈનાને અચાનક બોલિંગ આપી અને રૈનાએ ધોનીને નિરાશ ન કરતાં તેને સફળતા અપાવી. મિડલ ઓર્ડરમાં મજબૂત રૈના ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. T-20 જેવા ઝડપી ગેમમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા માટે ટીમો અનેક પ્લેયર્સને ટ્રાય કરે છે પરંતુ ચેન્નઈ માટે રૈનાએ આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે.

 120 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી