September 26, 2020
September 26, 2020

સુરેન્દ્રનગર : ધોળીધજા ડેમ થયો ઓવરફલો, લખતરમાં તળાવ ફાટ્યું : નીચાણવાળા ગામોને કરાયાં અલર્ટ

સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતાં તાલુકો પાણી-પાણી

રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ડેમો છલકાતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા 48 કલાકમાં પડેલા વરસાદની વાત કરીઓ તો, દક્ષિણ ગુજરાતમાં 15 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 7 ઈંચ સુધી, ઉત્તર ગુજરાતમાં 3 ઈંચ સુધી, સૌરાષ્ટ્રમાં 8 ઈંચ સુધીનો તેમજ કચ્છમાં 4 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે ધોળીધજા ડેમ ઓવરફલો થયો છે. જેને લઇને નીચાણવાળા ગામોને અલર્ટ કરવામાં આવ્યાં છે. આ સાથે જિલ્લાના ચોટીલા તાલુકાનો ત્રિવેણી ઠાંગા ડેમ પણ ઓવરફલો થયો છે.

ધોળીધજા ડેમ ઓવરફલો, આસપાસના ગામોને કરાયા એલર્ટ

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગરમાં આવેલો ધોળીધજા ડેમ ઓવરફલો થયો. ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા ભડીયાદ, જોરાવરનગર, રતનપર, મેમકા, સંકળી, નાના કેરાળા, શીયાણી ગામને એલર્ટ કરાયાં છે. 

લખતરમાં તળાવ ફાટ્યું, ખેતરોમાં ફરી વળ્યા પાણી

 સુરેન્દ્ર નગરનાં લખતર અને આદલસરમાં ગત આખી રાત વરસાદ પડતા આફતની સ્થિતિ આવી ગઇ છે. લખતરમાં આશરે સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે લખતરનાં દેવળીયા ગામમાં તળાવ ફાંટતા ગામનાં પરા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. પરા વિસ્તારમાં 50થી વધુ પરિવાર રહેતા હોવાથી હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

 71 ,  2 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર