સુરેન્દ્રનગર : વિજયાદશમી નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા “ક્ષત્રિય શૌર્ય યાત્રા”

સુરેન્દ્રનગર શહેરમાં વિજયાદશમી નિમિત્તે રાજપૂત કરણી સેના દ્વારા “ક્ષત્રિય શૌર્ય યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોએ શક્તિ માતાના મંદિર પ્રાંગણમાં શસ્ત્ર પૂજન કરી સફેદ વસ્ત્ર અને કેસરી સાફા (પાઘડી) સાથે “ક્ષત્રિય શૌર્ય યાત્રા” યોજી હતી.

સુરેન્દ્રનગર શહેર ઉપરાંત વઢવાણ અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો યાત્રામાં જોડાયા હતા. શહેરના દાળમીલ રોડ ઉપર આવેલ શકિત માતાજીના મંદિરથી “ક્ષત્રિય શૌર્ય યાત્રા” પ્રસ્થાન કરી શહેરના રાજ માર્ગ ઉપર ફરી દરબાર બોર્ડિંગ ખાતે સપન્ન થઈ હતી. “ક્ષત્રિય શૌર્ય યાત્રા”ને સફળ બનાવવા સમાજના પ્રમુખ રૂદ્રદતસિંહ ઝાલા, કરણી સેનાના પ્રદેશ પ્રમુખ લકકીરાજસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ પરમાર, હરદેવસિંહ પરમાર, બ્રીજરાજસિંહ ચુડાસમા તેમજ રાજપૂત કરણી સેનાના આગેવાનો, કાર્યકર્તા તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી