પ્રેમી યુગલે ફાંસો ખાતા યુવતીનું મોત, જીવન મરણના કોલ યુવકે પાડયા ખોટા

સામાન્ય રીતે પ્રેમમાં સફળતા ન જણાતા પ્રેમી યુગલો આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લેતા હોય છે. આવી જ એક ચકચાર કરતી ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં સામે આવી છે, ચોટીલાના નવાગામની સીમમાં પ્રેમી યુગલે ફાંસો ખાતા યુવતીનું મોત નીપજ્યું હતું. પ્રેમી યુગલે ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગાળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જોકે, યુવતી લટકતી રહી હતી જ્યારે યુવક છટકી ગયો હતો. જીવન મરણના કોલ યુવકે ખોટા પાડી ફરાર થઇ ગયો હતો. જોકે, યુવકના ગળેથી દુપટ્ટો નીકળી જતાં યુવક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

સ્થાનિક લોકોએ યુવતીની લટકતી લાશ જોઇને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે ચોટીલા વિસ્તાર ફોરેસ્ટ વિસ્તાર અને પ્રવાસન સ્થળ હોવાથી આવી ઘટનાઓ અવાર-નવાર બનતી હોવાનું સ્થાનિકોનું માનવું છે. પોલીસે આ યુવતીની ઓળખની કામગીરી હાથધરી છે. તેમજ ફરાર યુવકની શોધખોળ માટેની તપાસ હાથ ધરી છે.

 14 ,  1