સુરેન્દ્રનગર : વીરપર ગામે યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર

 યુવક-યુવતીએ બંનેએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનો દાવો

સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વીરપર ગામે યુવક-યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. યુવક યુવતીની લાશની બાજુમાં દવાની બોટલ મળી આવી છે. યુવક-યુવતીએ બંનેએ ઝેરી દવા પી લેતા મોત નિપજયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

યુવક-યુવતીની ઓળખ બાબતે પોલીસે વાલી વારસો સુધી પહોંચવા તપાસનો દોર શરૂ કર્યો છે. યુવક-યુવતી બંનેની લાશનો કબજો લઇ પીએમ માટે ખસેડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.યુવક-યુવતીની મૃત હાલતમાં લાશ મળી આવતા નાના એવા ગામમાં ચકચાર સાથે સનસનાટી મચી ગઈ છે.

 42 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર