સુરેન્દ્રનગર: તાડપત્રી કાપી લૂંટ ચલાવનાર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

માલવણ હાઈવે પર ચાલુ ટ્રકે જ લૂંટારૂ ગેંગ તાડપત્રી કાપી નાખી લૂંટી લેતી હતી. આરોપી સામે અલગ-અલગ જિલ્લામાં ૫૩ જેટલા ગુના નોંધાયેલા છે. જે પૈકીના ૨૧ ગુનાનો વોન્ટેડ આરોપી પોલીસને હાથે લાગી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ડિવિઝનના આર.બી.દેવધાની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસના પી.એસ.આઇ એમ.કે.ઇસરાણી, સોયબભાઈ, મહિપાલસિંહ ડિવિઝન સ્કોડના એ.એસ.આઈ રણછોડભાઈ ભરવાડ બાલજીભાઈ પરમાર સહીતની ટીમ ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પર પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી.

જે કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી આર. બી. દેવધાને બાતમી મળી હતી કે, માલવણના ગેડિયા ગામનો રહીશ ફિરોઝખાન અલીખાન જત મલેક જે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં હાઇવે પર જતી-આવતી ટ્રકોની તાડપત્રી કાપી નાખીને ટ્રકોમાંથી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ તેમજ કિંમતી ચીજવસ્તુઓની ચોરીના ગુનામાં સંડોવાયેલો તેમજ પોલીસ જાપ્તામાંથી નાસી ગયો હતો. જે આરોપી વિરમગામ ખાતે કોઈ દવાખાનામાં સારવાર લઈ રહ્યો હોવાની હકીકત મળતા ત્યાં તપાસ કરી તો આરોપી મળી આવ્યો હતો.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી