અમેરિકી ફર્મનો સર્વેઃ PM નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા

US રાષ્ટ્રપતિ અને બ્રિટન PMને છોડ્યા ખૂબ જ પાછળ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો બીજો કાર્યકાળ પૂર્ણ કરવાના આરે છે તેમ છતા નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સહેજ પણ ઘટાડો થયો નથી. ઉલટાની તેમની વૈશ્વિક નેતા તરીકેની લોકપ્રિયતા વધી રહી છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ પ્રકારનો દાવો કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રુવલ રેટિંગમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશના વડા જો બિડેનને પણ પાછળ ધકેલી દીધા છે. પીએમ નરેન્દ્ર મોદીને 70 ટકા એપ્રુવલ રેટિંગ મળ્યું છે અને તેમને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

વિશ્વના 13 રાષ્ટ્રપ્રમુખોને છોડ્યા પાછળ

5 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા આંકડા પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિયતા મામલે વિશ્વના 13 રાષ્ટ્રપ્રમુખોને પાછળ છોડ્યા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન, બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન, મેક્સીકન રાષ્ટ્રપ્રમુખ આન્દ્રે મેન્યુઅલ, ઈટાલીના મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ પણ પીએમ મોદીના લોકપ્રિયતાના ગ્રાફમાં ઘણા પાછળ છે.

પીએમ મોદીની રેટિંગમાં ઝડપથી સુધારો

અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે, ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. દેશમાં ઓક્સિજનની અછત, મૃત્યુની સંખ્યામાં વધારો થવાના કારણે તેમના એપ્રુવલ રેટિંગ પર ઘણી અસર જોવા મળી હતી. પરંતુ તે આ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર નીકળી ગયા છે.

બિડેન છઠ્ઠા અને બોરિસ જોન્સન 10માં ક્રમાંકે

સર્વેમાં જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ આન્દ્રે મેન્યુઅલ બીજા સ્થાને છે. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન છઠ્ઠા સ્થાને છે. તો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન 10માં સ્થાને પહોંચી ગયા છે.

 23 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી