કુન્નૂર હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર સર્વાઈવર કેપ્ટન વરુણ સિંહનો પત્ર થયો વાયરલ…

વાંચીને લોકો ચોધાર આંસુએ રડી પડ્યા…

તમિલનાડુના કુન્નૂરમાં 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશની ઘટના સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ ભયાનક હેલિકોપ્ટર અકસ્માતમાં દેશે પ્રથમ CDS જનરલ બિપિન રાવત સહિત 13 જાંબાઝ ગુમાવ્યા છે. હેલિકોપ્ટરમાં કુલ 14 લોકો સવાર હતા. જેમાંથી ફક્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ જીવતા બચી શક્યા છે. કેપ્ટન સિંહ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણનો જંગ ખેલી રહ્યા છે. આ બધા વચ્ચે તેમનો લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

હેલિકોપ્ટર અકસ્માતના એકમાત્ર સર્વાઈવર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે 18 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાની શાળાને એક પત્ર લખ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ પત્ર તેમણે આર્મી પબ્લિક સ્કૂલ ચંડી મંદિરના પ્રિન્સિપાલને લખ્યો હતો. જ્યાંથી કેપ્ટન સિંહે પોતાનો શાળાનો અભ્યાસ પૂરો કર્યો હતો. આ પત્રમાં તેમણે પોતાની શાળાના તે બાળકોને પણ સંબોધન કર્યું હતું જે અભ્યાસમાં સરેરાશ છે. એક વિદ્યાર્થી તરીકેના તેમના જીવનને પ્રતિબિંબિત કરતા, તેમણે લખ્યું, ‘સાધારણ હોવું ઠીક છે. દરેક જણ શાળામાં શ્રેષ્ઠ નથી અને દરેક જણ 90 ટકા સ્કોર કરી શકશે નહીં. જો તમે કરો છો, તો તે એક અદ્ભુત સિદ્ધિ છે અને તેની પ્રશંસા થવી જોઈએ.

કેપ્ટન વરુણ સિંહે આગળ લખ્યું, ‘જો આવું ન થાય તો એવું ન વિચારો કે તમે સામાન્ય છો. ‘તમે શાળામાં સામાન્ય હશો પણ આ જીવનમાં આવતી વસ્તુઓ માટે કોઈ માપદંડ નથી. તમારો શોખ શોધો, તે કલા, સંગીત, ગ્રાફિક ડિઝાઇન, સાહિત્ય વગેરે હોય. તમે જે પણ કામ કરો સમર્પિત થઈ કરો, તમારો શ્રેષ્ઠ પ્રયાસ કરો.

તેઓ લખે છે કે, ‘એક યુવા કેડેટ તરીકે તેમનામાં આત્મવિશ્વાસનો કેટલો અભાવ હતો. ફાઇટર સ્ક્વોડ્રનમાં યુવાન ફ્લાઇટ લેફ્ટનન્ટ તરીકે કમિશન પછીથી મને સમજાયું કે જો હું મારું મન અને દીલ લગાવીશ તો હું સારું કરી શકીશ. મેં તે શ્રેષ્ઠ બનવા માટે કામ કરવાનું શરૂ કર્યું .

પત્રમાં તેમણે આગળ લખ્યું કે, ‘નેશનલ ડિફેન્સ એકેડમીમાં કેડેટ તરીકે તેણે અભ્યાસ કે રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. જ્યારે હું AFA પહોંચ્યો મને સમજાયું કે વિમાનો પ્રત્યેના મારા જુસ્સાએ મને મારા સાથીદારોથી આગળ મુકી દીધો છે. તેમ છતાં, મને મારી વાસ્તવિક ક્ષમતાઓમાં વિશ્વાસ નહોતો.

શૌર્ય ચક્રનો શ્રેય શાળાને આપતાં તેમણે લખ્યું કે તેઓ આ પ્રતિષ્ઠિત પુરસ્કારનો શ્રેય શાળા, એનડીએ અને પછી વાયુસેનાને આપ્યુ હતુ. વર્ષોથી સેનામાં ફરજ બજાવતા તમામ લોકોને સમર્પણ કર્યુ હતુ. ‘હું દૃઢપણે માનું છું કે તે દિવસે મારું કામ મારા શિક્ષકો, કોચ અને સાથીઓ દ્વારા તૈયારી માર્ગદર્શન આપવામાં આવ્યુ તેનુ પરિણામ હતું.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી