September 19, 2020
September 19, 2020

સુશાંત કેસ : CM નીતિશ કુમારે કહ્યું – પરિવારને મળશે ન્યાય, DGP બોલ્યા – સચ્ચાઇની જીત

CM નીતિશ કિમારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુશાંતના પરિવારને ન્યાય ચોક્કસ મળશે.

આજે સુપ્રીમ કોર્ટએ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મર્ડર કેસની તપાસ CBIને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતાં બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે આજે સચ્ચાઇની જીત થઇ છે. 130 કરૉડ ભારતીયોનું સુપ્રીમ કોર્ટ પર પહેલાં કરતાં વધુ વિશ્વાસ વધી ગયો છે.

ડીજીપી ગુપ્તેશ્વર પાંડે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ખુશ જોવા મળ્યા. તેમણે કહ્યું કે લાંબા સમયથી સુશાંતનો પરિવાર અને તેમના ફેન્સ સીબીઆઇ તપાસની માંગ કરી રહ્યા હતા. પરંતુ મહારાષ્ટ્રસ સરકાર તેના માટે તૈયાર નથી. સુશાંતના પરિવારે કેસને તપાસ માટે પટનામાં એફઆઇઆર નોંધાવી હતી. ત્યારબાદ બિહાર પોલીસની ટીમ તપાસ મટે મુંબઇ પહોંચી પરંતુ તેને મુંબઇ પોલીસનો સહયોગ મળ્યો નહી. પછી કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો.

તો બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આ ચુકાદાથી સાબિત થયું છે કે બિહાર સરકારની સમગ્ર પ્રક્રિયા યોગ્ય હતી. સાથે જે તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુશાંતના પરિવારને ન્યાય ચોક્કસ મળશે.

સીએમ નીતીશ કુમારે જણાવ્યું છે એક અમારી સરકારે જે પણ કામ કર્યું તે કાયદાકીય હતું. સુશાંતને ન્યાય અપાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહી હતી. હવે મને પૂર્ણ વિશ્વાસ છે કે સીબીઆઈ સંપૂર્ણ રીતે યોગ્ય તપાસ કરશે અને ન્યાય અપાવશે. ન્યાયની અપેક્ષા માટે પરિવાર કે બિહારને નથી. સમગ્ર દેશની જનતાને છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસની તપાસ હવે CBI કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે રિયા ચક્રવર્તીની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું રિયા ચક્રવર્તીની ધરપકડ થઇ શકે છે? સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સીબીઆઈની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ મુંબઈ જશે. સીબીઆઈની ટિમ મુંબઈ પોલીસ પાસેથી આ મામલે કેસ ડાયરી માંગશે. આ ઉપરાંત શંકાસ્પદો-અને સાક્ષીઓના નિવેદન, ફોરેન્સિક રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સીબીઆઈ પોતાના હસ્તગત કરશે.

 51 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર