September 24, 2020
September 24, 2020

ED ઓફિસમાં ચાલી રહી છે રિયાની પૂછપરછ, સુશાંત કેસમાં ખુલશે અનેક રાજ

સુશાંત કેસમાં CBI અને ED તપાસમાં લાગી છે. હવે રિયા ચક્રવર્તી મુંબઇમાં ED ઓફિસ પહોંચી છે. EDએ રિયાને વ્હોટ્સએપ પર સમન પાઠવ્યું હતું. એક્ટ્રેસે EDને ઈમેલથી જવાબ આપ્યો હતો. રિયાએ ઈમેલમાં એમ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી ED પૂછપરછ ના કરે. જોકે, EDએ રિયાની અપીલ ઠુકરાવી દીધી છે. જો કે રિયાની હાલ ED ઓફિસમાં પૂછરછ ચાલી રહી છે.

રિયા ચક્રવર્તીની સાથે ED સુશાંત સિંહ રાજપૂતની બિઝનેસ મેનેજર શ્રૃતિ મોદીને સમન્સ બજાવ્યાં છે. પટનામાં દાખલ મની લોન્ડ્રિંગ કેસ સહિત CBI તપાસમાં શ્રૃતિનું નામ પણ શામેલ છે. તો, ઇડીએ રિયા ચક્રવર્તીને 7 ઓગસ્ટનાં પૂછપરછ માટે રિયાએ તેની પ્રોપર્ટી અને સુશાંત સાથે લેન દેણ અંગે સવાલ પૂછવામાં આવી શકતા હતાં.

સુશાંત સિંહ રાજપૂત કેસનાં આર્થિક પાાસને તપાસતી પ્રવર્તન નિર્દેશાલય EDએ રિયાની સંપત્તિ તપાસી રહી છે. EDએ સુશાંતની લિવ ઇન પાર્ટનર રિયા અને મિત્ર સૈમુઅલ મિરાંડાની પૂછપરછ કરી છે. સૂત્રો મુજબ, તેમણે રિયાની સંપત્તિ અંગે ડઝન સવાલ કર્યા છે. હાલમાં આ મામલે ખુલાસો થયો હતો કે સુશાંત કેસમાં આરોપી રિયા ચક્રવર્તીએ હાલમાં જ ખારમાં બે ફ્લેટ ખરીદ્યા હતાં.

 57 ,  1