September 19, 2020
September 19, 2020

રિયા પર લટકી ધરપકડની તલવાર !!! NCB કરી રહી છે પૂછપરછ

સુશાંત સિંહ રાજપૂત કેસથી સંબંધિત ડ્રગ્સ કેસમાં NCBએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી. ત્યારબાદથી NCBના અધિકારીઓ સતત તેની પૂછપરછ કરી રહ્યાં હતા. પૂછપરછ લગભગ સાડા 6 કલાક ચાલી હતી. ત્યારે આજે ફરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

રિયાની સાથે NCB ઓફિસમાં તેનો ભાઇ શોવિક ચક્રવર્તી અને મિત્ર સેમ્યુઅલ મિરાંડા, ડ્રગ્સ પેડલર જૈદ અને વાસિત પણ હાજર હતા. આ તમામ છેલ્લા કેટલાક દિવસથી NCBની ધરપકડ હેઠળ છે.

આ કેસ સાથે સંકળાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે રિયા આજે મોડી પહોંચી હતી, તેથી તપાસ પૂરી થઈ શકી નથી. એનસીબીના ડીજી અશોક જૈને પત્રકારોને જણાવ્યું હતું કે રિયાને આવતીકાલે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ક્ષણે હું તપાસ અંગે કંઈ કહી શકું તેમ નથી.

આ પહેલા શનિવારે NCBએ સુશાંત સિંહ રાજપૂતના રસોઈયા દિપેશ સાવંતની ધરપકડ કરી હતી. દિપેશ સરકારી સાક્ષી બનવા માટે તૈયાર છે. એનસીબીએ રવિવારે દિપેશને મુંબઈની કોર્ટમાં રજૂ કર્યો હતો. 9 સપ્ટેમ્બર સુધી તેમને 3 દિવસની કસ્ટડી લેવાની મંજૂરી મળી ગઈ છે.

સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. આ લોકોમાં  સુશાંતનો હેલ્પર દીપેશ સાવંત, અબ્દુલ બાસિત, જૈદ વિલાત્રા, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા અને અબ્બાસ લખાણીનો સમાવેશ થાય છે. કૈઝન ઇબ્રાહિમની પણ ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

 57 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર