September 26, 2020
September 26, 2020

રિયાએ તમામ આરાપોને નકાર્યા, સુશાંતના પિતાએ ગણાવી ખૂની

 રિયા ચક્રવર્તીનું નિવેદન આવ્યું સામે, તમામ આરોપોનું કર્યું ખંડન કર્યું

સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણાં પ્રકારનાં આરોપો લાગ્યા છે. સુશાંતનાં પરિવારે પણ રિયા અને તેનાં પરિવાર સહિત 6 લોકો વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. CBI આ કેસની તપાસમાં લાગી છે. ત્યારે આ તમામ આરોપોનો જવાબ રિયાએ નકાર્યા છે. રિયાએ તેના પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા કરવા એક ન્યુઝ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપ્યું હતું.

આરોપોનું ખંડન કરતાં રિયાએ જણાવ્યું હતું કે, સુશાંત હમેશાં કિંગ સાઇઝ લાઇફ જીવતો હતો, મારી સાથે રિલેશનશિપમાં આવ્યાં પહેલાં તે થાઇલેન્ડ ટ્રિપમાં ગયો હતો જ્યાં તેણએ 6 યુવકો પર 70 લાખ રૂપિાય ખર્ચો કર્યો હતો.

રિયાએ યૂરોપ ટ્રિપ દરમિયાન સુશાંતની તબિયત ખરાબ હોવાની વાત સ્વીકારી છે. તેણે જણાવ્યું કે, તેઓ એક એવી હોટલમાં રોકાયા હતા જેને જોઈને સુશાંતને બીક લાગતી હતી અને સુશાંત આખી રાત સુઈ શક્યા ન હતા. વધુમાં રિયાએ સુશાંતને ફ્લાઇટમાં બેસતા ડર લાગતો હોવાનો પણ દાવો કર્યો હતો. રિયાએ દાવો કર્યો છે કે સુશાંતને ફ્લાઇટમાં બેસતા ડર લાગે છે તેથી તે એક દવા લે છે. જેનું નામ મોડાફિનિલ છે. ફ્લાઇટ પહેલાં તેણે તે દવા લીધી હતી. કારણ કે તે દવા હમેશાં સુશાંતની પાસે રહે છે.

રિયાએ કહ્યું કે, સુશાંત સાથે આ પહેલાં વર્ષ 2013માં પણ બન્યું હતું. જ્યારે તેની સાથે ડિપ્રેશન જેવી વસ્તુ થઇ હતી ત્યારે તે સાઇક્રાટિસ્ટને મળ્યો હતો જેનું નામ હરેશ શેટ્ટી છે. તેમની દવાઓ અંગે તેણે મને જણાવ્યું હતું.

આ દરમિયાન તેણે શોવિક અને સુશાંતની બોન્ડિંગ અંગે વાત કરી હતી તેમજ રિયેલિટિક્સ નામની કંપની પર પણ વાત કરી હતી. રિયાએ કહ્યું કે તે સુશાતંનો ડ્રીમ પ્રોજેક્ટ હતો, જેમાં મારો ભાઇ હું અને સુશાંત ત્રણેય પાર્ટનર હતાં.આ માટે ત્રણેયને 33-33 ટકા આપવાનાં હતાં. મારા ભાઇનાં પૈસા મે મારા ખાતામાંથી આપ્યા હતાં. રિયાએ કહ્યું કે, મારી ઉપર આજે આરોપ લગાવવામાં આવી રહ્યા છે પણ અમે કપલની જેમ રહેતા હતાં.

સુશાંતના પિતાએ રિયાને જ ગણાવી ખૂની

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એજ સીબીઆઈ તપાસનો સાતમો દિવસ છે. આ કેસમાં રૂપિયાને લઈને ઈડી પહેલાથી જ તપાસ કરી રહી છે. આ તપાસ એજન્સીઓની કાર્રવાઈની વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં રિયા ચક્રવર્તીને સુશાંત સિંહ રાજપૂતની ખૂની ગણાવી છે.

પોતાના એક નિવેદનમાં સુશાંત સિંહ રાજપૂતના પિતાએ કહ્યું કે, “રિયા ચક્રવર્તી મારા દીકરાને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તે સુશાંતની ખૂની છે. તપાસ એજન્સીઓ તેના માટે જેટલું બને એટલું ઝડપથી રિયાની ધરપકડ કરે.”

CBIની ટીમ રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી

CBIની ટીમ તપાસ કરવા રિયા ચક્રવર્તીના ઘરે પહોંચી હતા. આ દરમિયાન CBIએ તો આ તરફ CBIએ રિયાના ભાઈ શોવિકની પૂછપરછ કરી હીત. સુશાંતના રૂમમેટ રહી ચુકેલા સિદ્ધાર્થ પિઠાણીની પણ પૂછપરછ થઈ રહી છે. તપાસ એજન્સીએ એક મહિલાને પણ પૂછપરછ માટે બોલાવી છે. આ મહિલા કોણ છે, તેની ખબર પડી શકી નથી. CBI આજે રિયાની પણ પૂછપરછ કરી શકે છે.

 68 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર